Abtak Media Google News
  • રકતતુલા, વૃક્ષારોપણ તથા કુરીવાજોને તિલાંજલી આપવા સંકલ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન

  • ભવાનીધામના નિર્માણ અંગે થશે મહત્વની જાહેરાત

  • રાજયપાલ વજુભાઈ વાળા આપશે હાજરી

રાજપુત સમાજના ઉત્કર્ષ માટે અનેક કામ કરનાર નારસિંહ ધનજીભાઈ પઢીયારને શ્રદ્ધાંજલી આપવા આગામી રવિવારે મંગળ ભુવન, શ્રદ્ધા હોટલ સામે સુરેન્દ્રનગર ખાતે બપોરે ૨ કલાકથી રાજપુત સમાજ ઉત્કર્ષ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવશે તેવું આજરોજ અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.

સમાજ દ્વારા ભીષ્મ પિતામહનું બિરુદ મેળવનાર તા.૦૭/૦૯/૧૯૩૨ની સાલમાં સુરેન્દ્રનગરનાં લીંબડી શહેરમાં જન્મેલા, સમાજ માટે ભેખધારી, આક્રમક, નીડર, નિખાલસ, સ્પષ્ટ અને સત્યવકતા તરીકેની છાપ ધરાવતા આદરણીય નારસિંહ ધનજીભાઈ પઢીયાર સદેહે વિદાય લઈ પંચમહાભુતમાં વિલીન થઈ સદાશિવના સાનિધ્યે બિરાજમાન થયેલ છે.

ક્ષત્રિય રાજપુત સમાજનો પુનરોદ્વાર કરવા માટે અખિલ ગુજરાત રાજપુત સમાજના આદ્ય સ્થાપક પ્રમુખ તરીકે વરણી પામનાર આદરણીય નારસિંહ દાદાએ વિવિધ ઘટકોમાં વહેચાયેલા અંદાજે ૧૨ જેટલા ફીરકાઓને બૃહદ રાજપુત સમાજના નેજા નીચે એક કરવા માટે મહાસંમેલન કરી સમાજ પ્રત્યેની લાગણી, ભકિત અને ધગશનો પરિચય આપ્યો હતો.

સામાજિક તથા રાજકીય રીતે અગ્રેસર રહેનાર, રકતદાન, દેહદાનને મહત્વ આપનાર, કન્યા કેળવણી અને સ્ત્રી સશકિતકરણ માટે જાગૃત રહેવા અપીલ કરનાર, વૃક્ષારોપણને મહત્વ આપનાર, કુરિવાજો અને અંધશ્રદ્ધાથી મુકત રહેવા અપીલ કરનાર આદરણીય દાદાના આત્મા માટે પ્રાર્થના, ગુણાનુવાદ, ભાવંજલી, શ્રદ્ધાંજલિ અને આવા વિરલ પુરૂષના અધૂરા રહેલા કાર્યોને પૂર્ણ કરવા માટે રાજપુત સમાજ ઉત્કર્ષ સત્સંગ સભાનું આયોજન વજુભાઈ વાળા રાજયપાલ કર્ણાટકના અધ્યક્ષ સ્થાને વઢવાણ-સુરેન્દ્રનગર ખાતે તા.૨૯ને રવિવારના રોજ બપોરે ૨:૦૦ કલાકે રાખેલ છે.

આ કાર્યક્રમની સફળ બનાવવા ચંદુભા પરમાર, મનોજસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, જગદીશસિંહ ચાવડા, રમેશસિંહ જાદવ, ભુપતસિંહ જાદવ, મુકુંદભાઈ રાઠોડ, લાલભા ડોડીયા, જયદિપસિંહ ભાટી, અશોકસિંહ પરમાર, યુવરાજસિંહ ડોડીયા, મોહનસિંહ ડોડીયા, વિરેન્દ્રસિંહ સિંધવ, અંકિતસિંહ ચાવડા, જયપાલસિંહ ચાવડા, વિજયભાઈ ચૌહાણ, હિતેષસિંહ રાઠોડ અને હિતુભા ડોડીયાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.