Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના અગ્રણીઓને કરી રજુઆત

કોડીનારના વતની સીપીઆરએફ કોબ્રા કમાન્ડો અજીતસિંહ પરમારના અલોટ (મધ્યપ્રદેશ) ખાતે રેલવેમાં મૃત્યુની ઘટનાને અકસ્માત નહિ પણ હત્યા થઇ છે એ દિશામાં એફઆઇઆર તથા સીબીઆઇ તપાસ અથવા ઉચ્ચ સ્તરીયા તપાસ થાયએ માટે રાજપૂત કરણી સેનાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

કોડીનારના વતની સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીખે ફરજ બજાવતા શહીદ વીર જવાન અજિતસિંહ જગુભા પરમારનું દિલ્લીથી બરોડા આવતા હતા. ત્યારે રેલવેમાં મુસાફરી દરમિયાન મધ્યપ્રદેશના અલોટ ખાતે શંકાસ્પદ મૃત્યુ થયું હતુ સ્થાનિક મધ્યપ્રદેશની રતલામ પોલીસએ આ ઘટનાએ અકસ્માત ગણીને કાર્યવાહી કરી છે. આ ઘટનાએ કોઇપણ નજરે અકસ્મ્ાત લાગતો નથી જવાનના મૃત્યુ બાદ સ્થાનિક રતલામ એએસપી તિવારી તથા અલોટ થાના અધિકારીની કામગીરી પણ અત્યંત ઉતાવળી અને ગેર વ્યાજબી, ગેરન્યાયિક હતી એ આપણે સૌ જાણીએ જ છીએ આ ઘટનામાં અજીતસિંહ પરમારની હત્યા થઇ હોય એવું સ્પષ્ટ જણાય આવે છે. રાત્રે જમવાના સમયે કોઇ લોકો સાથે એમને ઝગડો થયો હોય અને એ લોકોએ મોકાનો લાભ લઇને જવાન જયારે ભર નીંદરમાં હોય ત્યારે મોડી રાત્રીના ઉઠાવીને ફેંકી દીધા હોય એવી દ્રઢ આશંકા છે. જેથી આ ઘટનાને અકસ્માત નહિ ગણીને જવાનની હત્યા થઇ છે એ દિશામાં તપાસ થાય અને એ રીતે પોલીસ એફઆઇઆર કરે અને સીબીઆઇ તપાસ અથવા ઉચ્ચ સ્તરીય તપાસ થાય એવી માંગણી છે.દેશના રક્ષક જવાન સીઆરપીએફ કોબ્રા કમાન્ડો અજીતસિંહ જગુભા પરમારની હત્યાની ન્યાયિક તપાસ થાય અને એમને તથા એમના પરિવારને ન્યાય મળે એ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ભારતના ગ્રૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.