મહારાષ્ટ્રના પાલઘર હત્યાકાંડની સીબીઆઈ તપાસ કરવા રાજપૂત કરણી સેનાની માંગ

રાજપૂત કરણી સેનાએ મોરબીમાં આવેદન પાઠવ્યું

મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુની થયેલ હત્યાકાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ સાથે શ્રી રાજપૂત કરણી સેનાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું

રાજપૂત કરણી સેનાએ પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ૧૬ એપ્રિલ ૨૦૨૦ ના રોજ પંચદશનામ જુના અખાડાના સંત કલ્પવૃક્ષગીરી કાર ડ્રાઈવર નીલેશ તેલગડે સાથે ગુરુ શ્રી મહંત રામગીરીજીના અચાનક મોત થવાથી અંતિમ સંસ્કાર માટે મુંબઈથી ગુજરાત રવાના થયા હતા દરમીયાન મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં કાસા પોલીસ વિસ્તારમાં લોકડાઉન હોવા છતાં ૨૦૦ ની ભીડે સંતોની કારને રોકી હતી અને પથ્થરમારો કર્યો હતો દરમિયાન વન વિભાગના કર્મચારીએ કાસા પોલીસમકમાં જાણ કરતા પોલીસ પહોંચી હતી અને સંતો તેમજ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈને જીપમાં બેસાડ્યા હતા છતાં ટોળાએ પોલીસની હાજરીમાં લાકડી, ડંડા, ચાકુી માર મારી હત્યા કરી હતી અને પોલીસ મુક દર્શક બની રહી હતી ટોળાએ પચાસ હજાર રૂ અને ભગવાનના સોનાના શૃંગારની લૂંટ ચલાવી હતી

જે ઘટનામાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે પોલીસની હાજરીમાં હત્યાકાંડ થયો હતો જે મામલે હત્યાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે ત્યારે રાજપૂત કરણી સેના પાલઘર હત્યાકાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવી દોષિતોને કડક સજા કરવાની માંગ કરે છે આવેદન આપતી વેળાએ મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્ર સિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા અને માળિયા તાલુકાની ટીમ હાજર રહી હતી

Loading...