Abtak Media Google News

૪૦ ફૂટ ઉંચી પેંડુલમ રાઈડ્સ, રેઈન ડાન્સ અને વેવ પુલનો ડીજે સો લોકોએ આનંદ માણ્યો

રંગીલા રાજકોટમાં રંગોના મહાપર્વ ધુળેટીની અનેરા ઉત્સાહ સો ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ક્રિષ્ના વોટર પાર્કની સંગ રાજકોટવાસીઓએ ધૂળેટીની અનોખી રંગત માણી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિષ્ના વોટર પાર્કની ધૂળેટી માણવા લોકોનો મેળાવડો ઉમટી પડ્યો હતો. દૂર દૂરી લોકો ક્રિષ્ના વોટર પાર્કમાં પહોંચ્યા હતા અને અવનવી રાઈટ્સોની મજા માણી હતી. ધૂળેટી સીવાય ઉનાળુ વેકેશન શરૂ થતાંની સાથે જ બાળકો વડીલો ગરમીથી રાહત મેળવવા રજાઓ ગાળવા વિવિધ સ્ળોની સહેલગાહે પહોંચી જાય છે અને શહેરની આજુબાજુમાં આનંદ કિલોલનું સ્ળ શોધી લેતા હોય છે ત્યારે ક્રિષ્ના વોટર પાર્ક રાજકોટી ફકત ૧૨ કિ.મી.ના અંતરે આવેલ છે. જ્યાં ગુજરાતની સૌથી ઉંચી પેંડુલમ રાઈડની ધૂળેટી પર્વમાં લોકોએ મજા માણી હતી.

Vlcsnap 2020 03 11 01H28M07S100 E1583932138477

ધૂળેટી પર્વની રાજકોટવાસીઓએ રંગેચંગે ઉજવણી કરી હતી ત્યારે ક્રિષ્ના વોટર પાર્કમાં ગઈકાલે નાનાથી લઈ મોટા તમામ લોકોધૂળેટી મનાવી હતી. ક્રિષ્ના વોટર પાર્કમાં અંદાજીત ૧૦૦૦થી વધુ લોકોએ ધૂળેટી પર્વનો લાભ લીધો હતો અને ઉત્સાહભેર ધુળેટીની મોજ માણી હતી જેમાં ૫૧ જેટલી રાઈડ્સમાં લોકોએ મોજ માણી હતી. આ ઉપરાંત રેઈન ડાન્સ અને વેવ પુલમાં લોકોએ સૌથી વધુ સમય પસાર કર્યો હતો.

3.Banna For Site

રાજકોટી આવેલા નયનભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે અમે ધુળેટી પર્વની ઉજવણી કરીએ છીએ ત્યારે આ વખતે અમે રાજકોટી ખાસ ક્રિષ્ના વોટર પાર્કમાં ધૂળેટી મનાવવા સહપરિવાર આવ્યા છીએ. ખાસ તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો વોટરપાર્ક એટલે ક્રિષ્ના વોટરપાર્ક જેમાં આજે અમે વિવિધ રાઈડ્સની મજા માણી હતી. સાથો સાથ  અહીંનું ફૂડ પણ ખુબજ હેલ્ધી અને સારૂ હતુ. દર વર્ષ કરતા આ વર્ષે ધુળેટીની મજા કંઈક અલગ જ આવી લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને પારિવારીક માહોલમાં લોકો ધૂળેટી પર્વની ઉજવણી કરી શકે તેવો માહોલ અહીં જોવા મળ્યો હતો.

Vlcsnap 2020 03 11 01H27M37S68

ક્રિષ્ના વોટર પાર્કના ઓનર સુરેશ પટેલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, રંગીલા રાજકોટને બધા જ તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે ખાસ ક્રિષ્ના વોટર પાર્કનો લ્હાવો લેવા લોકો દૂર દૂરી આવે છે. આજે લગભગ ૮૦૦ થી ૧૦૦૦ વ્યક્તિઓએ ક્રિષ્ના વોટર પાર્કની મુલાકાત લીધી હતી. જેમાં નાના-મોટા તમામનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રનો એકમાત્ર મોટો વોટર પાર્ક એટલે ક્રિષ્ના વોટર પાર્ક કે જેમાં ૫૧થી વધુ રાઈડનો સમાવેશ થાય છે અને ગુજરાતની સૌથી ઉંચી રાઈડ પેંડુલમ એ પણ ક્રિષ્ના વોટર પાર્કમાં છે. આ ઉપરાંત ભારતની સંસ્કૃતિ સાથે આપણુ દેશી ભોજન જોડાયેલ હોવાથી લોકો દેશી ભોજન તરફ વળે અને લોકોની તંદુરસ્તીનું ધ્યાન રાખી અમે કાઠિયાવાડી ભોજન પીરસીએ છીએ. ક્રિષ્ના વોટર પાર્કમાં હાલ ૫૧ જેટલી રાઈડ્સ છે. અને આજે ધૂળેટી પર્વમાં લોકોએ ઉત્સાહપૂર્વક રાઈડ્સની મજા માણી હતી. ખાસ તો રેઈન ડાન્સ અને વેવ પુલનો લોકોએ અનેરો આનંદ લીધો હતો. ઉનાળુ વેકેશન પણ હવે ટૂંક સમયમાં ચાલુ શે એટલે હજુ ભીડમાં સતત ને સતત વધારો તો જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.