Abtak Media Google News

ડાન્સ શોના ટીવી રાઉન્ડમાં ૮ ડાન્સર્સની પસંદગી

રાજકોટના યુવા ડાન્સર્સ ઝી ઈટીસીયા ચમકવા જઈ રહ્યાં છે. વૈશાલીનગર આમ્રપાલી ફાટક પાસે હોય છે ડાન્સ સ્ટુડીયોના ડાન્સરોને ડાન્સના શોમાં ભાગ લેવાની તક  સાંપક્ષ છે. આ ડાન્સ કલાસના ૮ ડાન્સર્સ ટીવી રાઉન્ડમાં ભાગ લેશે. રાજકોટના યુવા ડાન્સર ઓમનગર અને શ્યામ મહેતા રાજય અને રાર્ષ્ટીય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈને રાજકોટનું ગૌરવ વધારી રહ્યા છે.ત્યારે હવે વધુ એક ડાન્સશોમાં આ ડાન્સરો ટીવી રાઉન્ડમાં સિલેકટ થયા છે. ઝી ઈટીસીમાં નવો ડાન્સ શો શરૂ થવા જઈ રહ્યો છે જે શોમાં હોપ ધ સ્ટુડીયોના સંચાલક ઓમનગર, કોરીયોગ્રાફર શ્યામ મહેતા તથા  તેમના સ્ટુડન્ટ, ઈચ્છામહાજન, નિયતિ શેઠ, શ્રીયા લાઠિયા, પાર્થ જોષી, રાધિકા પીઠડીયાને દુષ્યંત દવેનું સિલેકશન થયું છે.તેવુ અબતકને જણાવાયુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.