Abtak Media Google News

મહિલાઓ દ્વારા એરગનથી તાલિમ અપાય છે જેનાથી મહિલાઓમાં ધીરજ અને એકાગ્રતાના સદગુણો સાથે નિપૂણતા પ્રાપ્ત થાય છે

નાવ યોર ટાઇમ સ્ટાર્ટ નાવ, શ્વાસ બંધ, પગથી લઇ માથા સુધીની બોડીમાં એકાગ્રતા એન્ડ શૂટ. મહિલા કોચના એક પછી એક કમાન્ડ મળતા જાય છે. એક સાથે લાઇન ઉભી રહેલી ૧૦ મહિલા પોતાના શ્વાસ રોકી ૫ કિલોની એર ગન ઉપાડી સતત ૫૦ મિનીટ સુધી ૪૦ વખત ઘડા ઘડા શૂટ ચાલુ કરી દે છે. અત્યારે આપણે છીએ ગુજરાતની પહેલી મહિલા સંચાલિક ટેન પોઇન્ટ નાઇટ શૂટિંગ એકેડમીના આંગણે.

જી હા.હવે મહિલાઓ પણ એક કિલોથી લઇ ૫ કિલોની ગન, રાઇફલ લઇ નિશાન તાકી રહી છે અને ધાર્યા નિશાનો પાર પાડી રહી છે.આ એકેડમીના કોચ પણ એક મહિલા જ છે. ૧૭ વર્ષની ઉંમરે હાથમાં ગન પકડી લેનાર માર્શા ચાંગેલા દુતિયા કહે છે કે, ૨૦૦૪થી મે ગન પકડી છે શરૂઆતથી સ્પોર્ટસ પ્રત્યે લગાવ હતો અને મહિલાઓ ગન અને રાઇફલથી કેમ ડરવુ ન જોઇએ તેવી પ્રેરણાથી શરૂઆત કરી અને એકેડમી થકી મહિલાઓને હથિયારનું નોલેજ અને શૂટિંગની તાલીમ આપવાની નક્કી કર્યું હતું.

માર્શા વધુમાં કહે છે એવુ નથી કે કોઇ પણ મહિલાને હથિયાર શિખવી તે ક્યાય તેનો ઉપયોગ કરે તેવુ નથી. પરંતુ આ રાઇફલ ચલાવતા પહેલા અને શૂટિંગ દરમિયાની તાલીમ વધે છે. અંદર ડર દુર થાય છે તેની જીવનમાં પડતી મુશ્કેલીને લડી શકે છે. તાલીમમાં પેશન,એકાગ્રતા,ફાયટીંગ સ્પીરીટ તેને તેના જીવનમાં ખુબ જ ઉપયોગી થાય છે. ૨૫ અને ૨૬ મે ૨૦૧૯ના રોજ ટેન પોઈન્ટ નાઈન એકેડમી ખાતે યોજાનારા આ શૂટિંગ કેમ્પમાં ભાગ લેનાર ગુજરાત સ્ટેટ રાઈફલ એશોસિએશન માન્ય સર્ટિફિકેટ મેળવી શકશે. આ બે દિવસના કેમ્પમાં તાલીમાર્થીઓને સેફટી, બેઝીક શૂટિંગ ટેકનીક્સ અને પ્રેક્ટીસ, રાઈફલ-પિસ્તોલની જાણકારી, શૂટિંગ કોમ્પિટિશન્સ તથા તેના નિયમોની માહિતી આપવામાં આવશે.

માર્શાએ ૨૦૦૪થી ૨૦૦૬ રાજકોટ રાઈફલ શૂટિંગ ફાઉન્ડેશન, ૨૦૦૬થી ૨૦૧૮ એસ.એન. કણસાગરા સ્કુલ ઉપરાંત જીનીયસ સ્કુલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ અને આર.કે. સી સ્કુલ ખાતે શૂટિંગ કોચ તરીકે વિધાર્થીઓને પણ તાલીમ આપી છે. તેમણે તાલીમ આપેલા વિધાર્થીઓ દર વર્ષે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ સુધી પહોંચેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.