Abtak Media Google News

મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ત્રણ દિવસ ગોંધી રાખી આચર્યુ દુષ્કર્મ

શહેરની સગીર વયની બાળાને લલચાવી ફોસલાવી ત્રણ શખ્સોએ અપહરણ કરી મવડી ચોકડી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે ગેંગ રેપનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોડીરાતે સગીર વયની બાળકી પોતાના પરિવાર સાથે તાલુકા પોલીસ મથકે આવી રાજદીપ ચમન રોલા, જય રાજુ કાછડીયા અને ચિરાગ હરસુખ દેપાણી નામના શખ્સોએ ગત તા.૧૧મીએ સાડા ચાર વાગે લલચાવી ફોસલાવી અપહરણ કર્યા બાદ ક્રિષ્ના પાર્ક સોસાયટીના બ્લોક નંબર ૧૦માં ગોંધી રાખી ત્રણ દિવસ સુઘી ત્રણેય શખ્સોએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની વિગતો જણાવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો.

તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારા, રાઇટર પદુભા રાણા અને હેડ કોન્સ્ટેલ હર્ષદસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે સગીર બાળાની ફરિયાદ પરથી રાજદીપ ચમન રોલા, જય રાજુ કાછડીયા અને ચિરાગ હરસુખ દેપાણી સામે ગેંગ રેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરતા રાજુ રોલા કોઠારિયા રહેતો હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.