Abtak Media Google News

જેતપુરની વી.એન.જવેલર્સ પેઢીના માલિક અને સેલ્સમેન સોનાના ઘરેણા ઉધાર ખરીદ કરી પેમેન્ટ ન ચુકવ્યું

શહેરના સોની બજારમાં સોના-ચાંદીનો શો રૂમ ધરાવતા જુદા જુદા સોની વેપારીઓ પાસેથી જેતપુરની વી.એન. જવેલર્સ નામની પેઢીના માલિકો અને સેલ્સમેને રૂ.૨.૦૫ કરોડના સોનાના ઘરેણાની ઉધારમાં ખરીદી કરી પેમેન્ટ ન ચુકવી ઠગાઇ કર્યાની મહિલા સહિત સાત સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસ્ટ્રોન સોસાયટી પાસે ત્રીશા બંગલામાં રહેતા રમેશભાઇ વેલજીભાઇ સાકરીયા નામના પટેલ યુવાને જેતપુરની વી.એન.જવેલર્સ પેઢીના ભાગીદાર હિરેન વિનુ મકવાણા, વિનુ નરોતમ મકવાણા, રંજન વિનુ મકવાણા, સિંગાપુરના સમીર વિનુ મકવાણા, સલીમ મીરા, અસ્પાક રાઠોડ અને વિજય માલા નામના શખ્સો સામે રૂ.૨,૦૫,૦૨૧ની ઠગાઇ કર્યા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેતપુરની વી.એન.જવેલર્સ પેઢીના ભાગીદારોએ સોની બજારમાં જુદા જુદા વેપારીઓ સાથે ધંધાકીય સંબંધ કેળવી વિશ્ર્વાસમાં લઇ રૂ.૨.૦૫ કરોડની કિંમતના સોનાના તૈયાર ઘરેણાની ખરીદી કરી પેમેન્ટ પેટે આપેલો ચેક પરત ફર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

એ ડિવિઝન પી.આઇ. બી.પી.સોનારા સહિતના સ્ટાફે જેતપુરની વી.એન.જવેલર્સ પેઢીના મહિલા ભાગીદાર સહિત સાત સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.