Abtak Media Google News

શહેરની હોટલ, રેસ્ટોરન્ટ અને કોમ્પ્લેકસમાં અબતકદ્વારા સર્વે:તમામે નિર્ણયને આવકાર્યો

હવેથી તમામ કોમર્શીયલ કોમ્પ્લેકસ, ઓફિસ કોમ્પ્લેકસ, ઓડીટોરીયમ, રેસ્ટોરન્ટ સહિત તમામ પબ્લિક પ્લેસ પર દરેક લોકો ટોઈલેટનો ઉપયોગ કરી શકશે. આરોગ્યને ધ્યાને લઈ સરકાર દ્વારા આ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે જયારે આપણે રાજકોટની વાત કરીએ, તો રાજકોટની ઈમ્પીરીયલ હોટલનાં જનરલ મેનેજર નિતીન સુર્યવંશીએ જણાવ્યું હતું કે, ટોઈલેટનો ઉપયોગ તમામ લોકો માટે નથી રાખ્યો, પરંતુ જો એવો કોઈપણ પરિપત્ર સરકાર તરફથી મળશે તો ચોકકસ એની અમલવારી થશે પરંતુ સ્ટાન્ડર્ડના આધારે ટોઈલેટનો ઉપયોગ કરાવવામાં આવશે. જેનું જણાવતા તેઓએ કહ્યું હતું કે, હોટલમાં આવતા તમામ લોકોના આરોગ્યની જવાબદારી હોટલ તંત્રની છે. જેમાં કોઈપણ પ્રકારની બાનછોળ નહીં કરવામાં આવે. આ મુદે બીઝ હોટલ તરફથી જાણવા મળ્યું હતું કે બીઝ હોટલ દ્વારા તમામ લોકો ટોઈલેટનો ઉપયોગ પૂર્ણ‚પથી કરી શકશે. હાલ કોઈપણ પરિપત્ર મળ્યો નથી તેમ છતાં હોટલ તંત્ર દ્વારા ટોઈલેટની સેવા સંપૂર્ણપણે આપવામાં આવી રહી છે. જયારે હિરાપન્ના કોમ્પ્લેક્ષ ખાતે અબતકની ટીમ પહોંચી હતી તો ત્યાં બોર્ડ મારેલું હતું કે, ટોઈલેટનો ઉપયોગ માત્ર હિરાપન્ના કોમ્પ્લેક્ષનાં લોકો માટે જ છે, પરંતુ વર્ષોથી તમામ લોકો ઉપયોગ કરતા હોવાથી તે તમામ લોકો ઉપયોગ કરી રહ્યા છે. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે, તેઓ દિવસમાં બે વખત ટોઈલેટની સફાઈ કરતા હોય છે. જેથી લોકોનું આરોગ્ય જળવાઈ.  એજ રીતે પ્રમુખ સ્વામી આર્કેડમાં પુરુષો માટે ટોઈલેટની સુવિધા રાખવામાં આવી છે. તો બીજી તરફ મહિલાઓ માટે ટોઈલેટ રૂમને તાળુ મારી દેવામાં આવ્યું છે. આ મુદે ત્યાંના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દરરોજ ટોઈલેટની સફાઈ કરવામાં આવે છે પરંતુ તેને બગાડી દેતા લોકો સહેજ પણ શરમ અનુભવતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.