Abtak Media Google News

ધો.૭ થી ૧૨ના છાત્રો દ્વારા અનોખો પ્રયાસ મોદી, રાહુલ સહિતના નેતાઓ સોની લોકસભાનું પણ નિર્માણ: કાલથી કાર્યક્રમ

રાજકોટના વિદ્યાર્થીઓ આવતીકાલે તા.૩૦ નવેમ્બરી તા.૧લી ડિસેમ્બર સુધી ઐતિહાસિક કદમ ઉઠાવવા જઈ રહ્યાં છે. આ બે દિવસ દરમિયાન રાજકોટમાં યુનાઈટેડ નેશન્સનું મોડેલ ઉભુ કરાશે. જેમાં ધો.૭ થી  ૧૨ના તેમજ કોલેજના વિર્દ્યાીઓને યુએનની ગતિવિધિથી  વાકેફ કરવામાં આવશે. જુદી જુદી કમીટીઓ ખરેખર કઈ રીતે કામ કરે છે તે અંગે જાણકારી અપાશે. આ ઉપરાંત મીની લોકસભાની નિર્માણ પણ કરવામાં આવ્યું છે. જેમાં મોદી અને રાહુલ ગાંધી જેવા નેતાઓ કઈ રીતે કયાં વિષય પર બોલી શકે તે અંગે વિર્દ્યાીઓને પ્રોજેકટ આપવામાં આવ્યા છે.

આ ઈવેન્ટનું આયોજન રાજકુમાર કોલેજ તા એસએનકેના વિર્દ્યાીઓ દ્વારા કરાયું છે. કાર્યક્રમ અંગે વિવેક ઉઘરેજા અને આર્યન પારેખે ‘અબતક’ને ખાસ જણાવ્યું હતું. બે દિવસના આ કાર્યક્રમમાં સીબીએસઈ સ્કૂલો ભાગ લેશે. યુનાઈટેડ નેશન્સની સિક્યુરીટી કાઉન્સીલ જનરલ એસેમ્બલી સહિતની જુદી જુદી કાઉન્સીલનું ગઠન કરવામાં આવશે. અમેરિકા, ઈરાન, ઈરાક, ચીન, સીરીયા, ભારત, પાકિસ્તાન સહિતના દેશોના પ્રતિનિધિઓ યુએનમાં કઈ રીતે કામગીરી કરે છે તે અંગે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માહિતી અપાશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. અલગ અલગ દેશના પ્રતિનિધિઓ દ્વારા મુકવાની તી વાત આ વિર્દ્યાીઓ યુએનમાં મુકશે. દરેક દેશને લગતા મુદ્દા આવરી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ દુનિયામાં શું ચાલે છે તે વાતી અવગત રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ મુદ્દે વાદ-વિવાદ શે. કાર્યક્રમ તા.૩૦ નવેમ્બર અને ૧લી ડિસેમ્બરના રોજ હોટલ રેગાન્તા આરપીજે કાલાવડ રોડ ખાતે યોજાશે.   કાર્યક્રમનો સમય ૧૧ વાગ્યા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.