Abtak Media Google News

અક્ષર માર્ગ સ્થિત સુપર સ્પેશ્યાલીટી કિલનીકનો દર્દીઓ લાભ લઈ શકશે: ડો. સમ્રાટ અશોક બુધ્ધ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

૧૦,૦૦૦થી વધુ સર્જરીનો અનુભવ ધરાવતા

૨૩ ‘થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા ડો. સમ્રાટ અશોક બુધ્ધ હવેથી અક્ષરમાર્ગ સ્થિત પોતાની કિલનીકમાં સેવા આપશે. શહેરીજનોને સારામાં સારી સારવાર ઉપલબ્ધ થાય તે માટે ડો. સમ્રાટ અશોક બુધ્ધથે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મહુવા, સ્થિત મ્યુ. હોસ્પિટલમાં હેડ ઓફ ઓથોપેડિક ડીપાર્ટમેન્ટ અને ફૂલ ટાઈમ ક્ધસલ્ટન્ટ રહી ચુકેલા ડોકટર સમ્રાટ અશોક બુધ્ધ કે જેમણે રાજકોટની ધકાણ હોસ્પિટલ અને સ્ટર્લીંગ હોસ્પિટલમાં પણ આશરે એક એક દાયકા સુધી સૌરાષ્ટ્રભરનાં દર્દીઓની હાડકાની સર્જરી, ગંભીર અકસ્માત તથા સાંધા બદલવાની સર્જરીમાં આગવું પ્રદાન કરી ખૂબજ લોકચાહના ઉપલબ્ધ કરેલ છે.

નવીનતમ ટેકનોલોજી તથા અત્યાધુનિક સાધનો વડે સર્જરી કરવા માટેની ફેલોશીપ તથા ઓબ્જર્વરશીપ તેઓએ ભારતની અગ્રણીતથા સિંગાપોર અને બ્રાઝીલની ખ્યાતનામ હોસ્પિટલ ખાતેથી પૂર્ણ કરેલ છે. ટ્રોમા તથા ફેંકચર ફીકસેશન પ્રોટોકોલ માટેની સઘન તાલીમ ડો. બુધ્ધે એ.ઓ. (સ્વીત્ઝરલેન્ડ) સંસ્થાની તાલીમ દ્વારા મેળવેલ છે. ડો. સમ્રાટ અશોક બુધ્ધ કે જેમણે અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ કરતા પણ વધુ સર્જરી કરેલ છે. જેને લીધે એમની એક અનુભવી અને નિષ્ણાંત જોઈન્ટ રિપ્લેસમેન્ટ તથા ટ્રોમા સર્જનમાં ગણના થાય છે.

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત તેઓએ એક જ સર્જરી દરમિયાન એક પગમાં એક સાથે સંપૂર્ણ ઘૂંટણ અને થાપા બદલવાનું ઓપરેશન કરવાની સિધ્ધિ માત્ર ડો. સમ્રાટ બુધ્ધે મેળવેલ છે. આખા સૌરાષ્ટ્ર અકસ્માત, ફેકચર, સંધીવા, સાયટીકા, મોટી ઉમરે હાડકા, નબળા, પોચા થવા, સ્નાયુની ઈજા તકલીફો, ગોઠણ અને થાપાના સાંધા બદલાવવા માટેના તમામ દર્દીઓ હવેથી ડો. સમ્રાટ અશોક બુધ્ધની સેવાનો લાભ એમની ઓ.પી.ડીમાં એલ. ૮૨ ગુજરાત હાઉસીંગ બોર્ડ અક્ષર માર્ગ, કાલાવડ રોડ અક્ષર મંદિર સામે, Phoenix Suecialty Clinic ખાતે લઈ શકશે વધુ માહિતી માટે મો. નં. ૯૮૯૮૨૪૨૪૧૧ પર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.