Abtak Media Google News

ઉઘરાણીના મુદે યુવાન પર છરી વડે હુમલો કરી વેપારીએ એસિડથી પી જીવન ટુંકાવી લીધું !: હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ ઉપાડવાનો પરિવારજનો ઈનકાર

શહેરના જીયાણા ગામે રૂ.૨૦ લાખની ઉઘરાણીના મુદે યુવકને એસીડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની પરિવારજનો દ્વારા આક્ષેપ કરી હત્યાનો ગુનો નોંધાયા બાદ મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.જયારે સામા પક્ષે આરોપી પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં પહોચતા છરીથી હુમલો થયાની ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ શહેરના સંતકબીર રોડ પર કબીરવન સોસાયટીમાં રહેતા અને મોરબી રોડ પર ભગવતી હોલ નજીક ચાંદીકામ કરતા જયેશ છગનભાઈ રામાણી નામના ૩૫ વર્ષિય યુવાન બેભાન હાલતમાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવતા જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

મૃતક જયેશના પિતા છગનભાઈએ પોલીસને જણાવ્યું હતુ કે મોરબી રોડ પર રામપાર્કમાં રહેતા કિશોર ચના રામાણી પાસે જયેશ રૂ.૨૦ લાખ રૂપીયા માંગતો હતો. અને તેની ઉઘરાણી કરવા કિશોરના ગામ જીયાણા ગયેલો ત્યારે જયેશને એસીડ પીવડાવી દીધાનો મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ કર્યો હતો.

જયારે સામાપક્ષે રામપાર્કનો કિશોર ચના રામાણી નામનો ૨૬ વર્ષિય યુવાન લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે પત્ની જલ્પાબેન એકટીવા પર લઈ ગયેલા હતા. જયાં તેણે જણાવેલું કે કિશોર પર જયેશ રામાણી અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે છરીથી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવની જાણ કુવાડવા પોલીસ મથકના સ્ટાફને થતા પી.આઈ. મડીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જયેશ રામાણી અને એક અજાણ્યા શખ્સ જીયાણા ગામના કિશોરચના રામાણી નામના યુવાન પાસે રૂ.૨૦ લાખની ઉઘરાણીએ ગયેલા ત્યારે કિશોર રામાણી તેના ઘરે હતો ત્યારે ઉઘરાણીના મુદે કિશોર રામાણી અને જયેશ રામાણી વચ્ચે થયેલી બોલાચાલી થઈ બાદ કિશોર અને તેની પત્ની જલ્પાબેન પોતાના મકાને જતા હતા ત્યારે જયેશે પાછળથી છરી વડે હુમલો કર્યો હતો. બાદ પતિ કિશોરને લોહી લુહાણ હાલતમાં પત્ની જલ્પાબેન હોસ્પિટલે લઈ ગયા હતા

જયારે હુમલાની ઘટના બાદ જયેશ કિશોરના ‚મનો અંદરનો દરવાજો બંધ કરી જાતે એસીડ ગટગટાવી લીધુ હતુ ઘટનાને પગલે ગ્રામજનો એકઠા થઈ ‚મનું બારણુ તોડી જયેશને બહાર કાઢયાનું અને ‚મમાંથી એસીડની બોટલ પણ મળ્યાનું બહાર આવ્યું છે.

પોલીસ માટે તપાસનો વિજય મહત્વના કે કિશોર રામાણી પર છરીથી હૂમલો કર્યો બાદ તે કેવી રીતે બળજબરીથી એસીડ પાય અને રૂમનો દરવાજો બંધ હતો તેમજ એસીડનો શિશો કયાંથી લીધા તે મુદે તપાસ હાથ ધરી છે. એક ધારાસભ્ય દ્વારા હત્યાનો ગુનો નોંધવા દબાણ ઉભુ કરવા પ્રયાસ કર્યાનું હોવાનું જાણવા મલ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.