રાજકોટના ગ્રીન ટી રસીયાઓ સર્જશે વર્લ્ડ રેકોર્ડ

52

વર્લ્ડ રેકોર્ડમાં સહભાગી થવા ૭૨૦૧૯૪૩૯૪૩ ઉપર રજીસ્ટ્રેશન કરાવો

આજની તણાવ અને ભાગદોડવાળી જીંદગીમાં માનસીક તણાવ દૂર કરવા લોકો દિવસમાં અનેક વાર ચાની ચૂસ્કી લગાવતા હોય છે. જે ઘણીવાર સ્વાસ્થ્ય માટે હાનિકારક થાય છે, ત્યારે બાન લેબ્સ પ્રા. લી. દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસે અલગ અલગ સ્વાદ અને અદભૂત જડીબુટ્ટીના મિશ્રણવાળી કેઅર હર્બલ ગ્રીન ટી બહાર પાડવામાં આવી છે. જેમાં વિવિધ ફલેવર્સ જેવી કે અશ્ર્વગંધા સ્પાઈસ્ડ, મોરીંગા એન્ડ ગિલોચ વીથ લેમનગ્રાસ અને સ્પીયરમીન્ટ, તરબુચ-જાસુદ તથા જાપાનીઝ માચા તેમજ આના સિવાય અનેક વેરાયટીની ગ્રીન ટી અદભૂત સ્વાદમાં ઉપલબ્ધ છે. જે આજની તણાવ અને ભાગદોડવાળી જીંદગીમાં માનસીક શાંતી, પેટને લગતી સમસ્યા, નવી શકિતનો સંચાર કરવા તેમજ રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા મદદરૂપ નિવડે છે. ત્યારે આ કેઅર હર્બલ ગ્રીન ટીને લઈને વર્લ્ડ રેકોર્ડ બાન લેબ્સ પ્રા.લી. અને ૯૪.૩ માય એફ.એમ.ના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧૬ ફેબ્રુ. ૨૦૨૦ના રોજ સવારના ૮ કલાકે બાલભવન ખાતે સર્જવા જઈ રહ્યા છે, જેમાં એક સાથે હજારો જેટલા ગ્રીન ટીના રસીયાઓ અશ્ર્વગંધા સ્પાઈસ્ડ ગ્રીન ટીનો લાભ લઈ શકશે. તો આ વર્લ્ડ રેકોર્ડમાં સહભાગી થવા અને રજીસ્ટ્રેશન કરવા માટે લખો ‘પીઓદિલ સે’ સ્પેસ તમારૂ નામ અને ૭૨૦૧૯૪૩૯૪૩ નંબર પર વોટ્સેપ કરો.

Loading...