રાજકોટના ગ્રીન ટી રસિયાઓએ સજર્યો વર્લ્ડ રેકોર્ડ

હજારોની સંખ્યામાં લોકોએ અશ્વગંધા યુકન ગ્રીન ટીનો સ્વાદ માણી લાર્જેસ્ટ ટી ટેસ્ટીંગ ઈવેન્ટમાં સ્થાન મેળવ્યું

આજના આ સમયમાં ચા એક વ્યવહાર બની ગયો છે.એ આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થાય છે.ત્યારે બાન લેબ્સ પ્રા.લી.દ્વારા ગત આંતરાષ્ટ્રીય ચા દિવસે કેઅર હર્બલ ગ્રીન ટી બહાર પાડવામાં આવી હતી.જે પેટને લગતી સમસ્યા દુર કરવા, નવી શકિતનો સંસાર તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ નિવડે છે બાન લેબ્સ પ્રા.લી. અને ૯૪.૩ માય એફ.એમના સંયુકત ઉપક્રમે કેઅર હર્બલ ગ્રીન ટીને લઈને એક અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો જેમાં એક સાથે હજારોની સંખ્યામાં લોકોએ અશ્ર્વગંધા યુકત સ્પાઈસ્ડ ગ્રીન ટીનો સ્વાદ માણીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં “Largest tea testing event” માં સ્થાન મેળવ્યુ છે. આ તકે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માંથી પધારેલા નેશનલ હેડ માનનીય આલોક કુમાર સંપૂર્ણ નિરીક્ષણ કરી બાન લેબ્સના વાઈસ પ્રેસિડેન્ટને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રોવિઝનલ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે જણાવ્યું કે ફાયનલ સર્ટીફિકેટ ટુંક સમયમાં મોકલવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા ૯૪.૩ માય એફ.એમ.ની ટીમે જહેમત ઉઠાવી હતી.

Loading...