Abtak Media Google News

તોફાન કરતા બાળકોને શાંત રહેવાનું કહેવા ચાલુ કાર પાછળ જોતા દુર્ઘટના સર્જાય

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક દેડકદડ ગામના પાટીયા પાસેસ્વીફટ કાર રોડથી નીચે ઉતરી જઈ પલ્ટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે દુર્ઘટનામાં રાજકોટના વતની દાદા પૌત્રીના ગંભીર ઈજા થવાના કારણે બનાવવા સ્થળે જ ક‚ણ મૃત્યુ નિપજયા હતા જયારે કાર ચાલક અનેતેના ભાઈ બાળકો સહિત અન્ય પાંચ વ્યકિતને નાની મોટી ઈજા થઈ છે. ધ્રોલ પોલીસ બનાવના સ્થળે પહોચી જઈ વિશેષ તપાસ હાથ ધરી છે.

રાજકોટના મોવડી વિસ્તારમાં ગોવિંદરત્ન રેસીડેન્સી શેરી નં.૪માં રહેતા ચિંતનભાઈ જેન્તીલાલ સાવલીયા કારમાં પોતાનાપિતા જેન્તીલાલ, જીજ્ઞાબેન,નાનાભાઈ નિતિનભાઈ અને ત્રણ સંતાનો સીયા, વ્યોમ અને હાર્દિક વગેરેને બેસાડીને રાજકોટથી જામનગર તરફ આવી રહ્યા હતા.

જે દરમ્યાન દેડકદડ ગામના પાટીયા પાસે પહોચતા પાછળ બેઠેલા બાળકો તોફાન મસ્તી કરતા હોવાથી કાર ચાલક ચિંતનભાઈએ પાછળ મોઢુ ફેરવીને બાળકોને શાંત રહેવાનું કહેતા તેઓ કારપરથી કાબુ ગુમાવી બેઠા હતા અને કાર રોડપરથી નીચે ઉતરી જઈ ગોથલીયા ખાઈ ગઈ હતી ત્યાર પછી ઝાડ સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં કાર ચાલકના પિતા જેન્તીલાલ તેમજ તેની પુત્રી સીયાને ગંભીર ઈજા થવાથી બનાવના સ્થળે જ કરૂણમૃત્યુ નિપજયા હતા. આ ઉપરાંત ચિંતનભાઈ અને તેના પતિ જીજ્ઞાબેન, નાનાભાઈ નીતિન ઉપરાંત અન્ય બાળકો વ્યોમ અને હાર્દિકને નાની મોટી ઈજા થઈ હતી. આ અકસ્માતના બનાવ અંગે ધ્રોલ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસે કારના ચાલક ચિંતનસામે અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધ્યો છે. જયારે મૃતકના પોસ્ટ મોર્ટમ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.