લોકડાઉનમાં ‘ડાઉન’ થયેલા રાજકોટના અર્થતંત્રે ધીમી ગતિએે ‘વેગ’ પકડયો

આંશિક છુટછાટ સાથે વેપાર, ધંધા, શરૂ થતા વેપારી, કારીગર વર્ગનો સકારાત્મક પ્રતિભાવ

લોકડાઉન થયેલા રાજકોટના અર્થતંત્ર ધીમી ગતિએ વેગ પકડયો છે. વિશ્ર્વભરમાં કોરોનાના સંક્રમણ અન્વયે લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃતિ  પર માઠી અસરો પડી છે. વ્યાપાર ધંધાને નુકશાન પહોચ્યું છે. પરતું પરિવર્તનએ સુષ્ટિનો નિયમ છે. મહાન ર્અશાી ચાણકયના સિધ્ધાંત મુજબ પરિવર્તનશીલ પરિસ્થતિ માં અસ્તિત્વ ટકાવી રાખવા માટે પરિસ્થતિ સો અનુકુલન જરૂરી છે. દેશની કેન્દ્ર અને રાજય સરકારે પણ લોકાડાઉનના ચોા ચરણમાં કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થતિ માં અનુકુલન સાઘી સલામતીના પગલાં સો વ્યાપારી અને ર્આકિ પ્રવૃતિને ગતિમાન કરવાના પ્રયાસો હા ધર્યા છે. જેનો લોકો અને ખાસ કરીને વ્યાપરીઓ તરફી પણ સાનુકુળ પ્રતિભાવ સાંપડયો છે.

રાજકોટના રાજનગર મેઇનરોડ પર જલીયાણ ફરસાણની દુકાન ધરાવતા સચીનભાઇ જોબનપુત્રા સરકાર દ્વારા બે મહીના બાદ મળેલ વ્યાપાર શરૂ કરવાની છુટછાટ અંગે સંતોષ વ્યકત કરતાં જણાવે છે કે એકી-બેકી નંબર મુજબ દુકાન ખોલવાની પધ્ધતિને કારણે ભીડને નિયંત્રીત થાય છે.

વ્યાપાર શરૂ થવાથી આર્થિક પ્રવૃતિ શરૂ થવાથી  અમારી આર્થિક મૂશ્કેલી દુર થાય છે સાથે સાથે ગ્રાહકોને પણ જરૂરી  ફરસાણ તાજુ ઉપલબ્ધ કરાવી શકાય છે તેનો સંતોષ છે. અમે દુકાનમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગ, સેનીટાઇઝર તાથા સ્વચ્છતાનો ખ્યાલ રાખીએ છીએ. જેથી ગ્રાહકોને પણ કારોના સંક્રમણી સુરક્ષિત રાખી શકાય.

નાના મવારોડ પર દ્વારકેશ નામે હાર્ડવેરની દુકાન ચલાવતા ઘર્મીલભાઇ અકબરી લોકડાઉનના ચોથા ચરણમાં રાજય સરકાર દ્વારા વ્યાપાર ધંધાને આંશિક છુટછાટ સાથે શરૂ કરવાના નિર્ણયને લોકકલ્યાણલક્ષી દુરંદેશિતાપૂર્ણ ગણાવતા જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી લોકડાઉનને કારણે અમારો વ્યવસાય તો સદંતર બંધ હતો પણ આ વ્યવસાય અન્વયે રોજી રોટી કમાતા કારીગર વર્ગને પણ આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહયો હતો. રાજય સરકારે આંશિક છુટછાટના સમયસરના નિર્ણય થકી સ્થગિત થયેલી આર્થિક પ્રવૃતિ પુન: ગતિશીલ બની છે.

આ દુકાને હાર્ડવેરનો સામાન ખરીદ કરવા આવેલ કારીગર હાર્દિક સંતોકીએ તેનો રોજગાર ફરી ચાલુ થતાં હર્ષ વ્યકત કરતાં કહયું હતું કે કોરોના સામેનો જંગ એ વાસ્તવિકતા છે. આથી જ માર્ગદર્શિકા મુજબના સાવચેતીના પગલાં સાથે આર્થિક પ્રવૃતી કરવાની છુટ એ અમારા જેવા કારીગરો માટે જીવતદાન સમાન છે. લોકડાઉનને કારણે માલસમાનના અભાવે મારૂ કામકાજ અટકી પડેલ હતું તે ફરી શરૂ થયું છે. આમ જોઇએ તો સમયસરની છુટછાટ મળતાં વેપારી અને કારીગરો સહિતના દરેક વર્ગના લોકોનું જનજીવન ફરી પગભર થઇ રહયું છે. સમગ્ર રીતે આંશિક છુટછાટ સંદર્ભે લોકપ્રતિભાવ સકારાત્મક અભિગમ ધરાવે છે કે આ સાવચેતી સોના છુટછાટયુકત આંશિક વ્યાપર થકી રાજયભરમાં આર્થિક પ્રવૃતિ પુન:ધબકતી થઇ રહી છે.

Loading...