Abtak Media Google News

શાસ્ત્રી મેદાનના બસ સ્ટેશને રિક્ષા લઇ પડયા પાથર્યા રહેતા રિક્ષા ચાલકોનો મુસાફરોને ત્રાસ

રાતના ત્રણ થી સવારના સાત વાગ્યા સુધી બસ સ્ટેશન નધણીયાતું!

પરપ્રાંતિય શ્રમજીવી મહિલાઓની છેડતીની ઘટના બની રોજીંદી

શાસ્ત્રી મેદાનથી નવા બસ સ્ટેશન સુધીનું રૂ.૧૦૦ રિક્ષા ભાડુ પડાવતા લુખ્ખાઓ

બસ સ્ટેશનમાં ખુલ્લેઆમ રમાતા જુગાર અને જાહેરમાં દારૂ પી બઘટાડી બોલાવતા શખ્સોને કાયદાના પાઠ ભણાવવા જરૂરી

ગંભીર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા સરકાર દ્વારા નવા વિધાયક પસાર કર્યો છે અને રીઢા ગુનેગારોને પાસા હેઠળ જેલ ભેગા કરવા સુધારો કરી રાજયમાં સુલેહ શાંતિ જાળવવા સરકાર કટ્ટીબધ છે. ત્યારે રાજકોટના શાસ્ત્રી મેદાનના બસ સ્ટેશનમાં રાત પડે એટલે ગુનેગારો માટે દિ ઉગતો હોય તે રીતે કાયદાના લીરે લીરા ઉઠાવી રહ્યા છે. બસ સ્ટેશનમાં ખુલ્લેઆમ જુગાર રમવો અને જાહેરમાં દારૂ પી મહિલા મુસાફરોની હાજરીમાં અપશબ્દો બોલવાની ઘટના તેમજ પરપ્રાંતિય મહિલા મુસાફરોની છેડતીની ઘટના રોજીંદી બની છે. શાસ્ત્રી મેદાનથી નવા બસ સ્ટેશન સુધીનું રૂા.૧૦૦ રિક્ષા ભાડુ વસુલ કરી રીતસર લૂંટ ચલાવતા રિક્ષા ચાલકો તેમજ પડયા પાથર્યા રહેતા લુખ્ખાઓ ગંભીર ગુનો આચરે તે પહેલાં કાયદાના પાઠ ભણાવવા જરૂરી બન્યા છે.

શાસ્ત્રી મેદાનના બસ સ્ટેશનની અંદર આડેધડ રિક્ષા પાર્ક કરી કેટલાક રિક્ષા ચાલકો બસ સ્ટેશનના પ્લેટ ફોમ પર મોબાઇલમાં લુડો ગેઇમ રમતા હોય છે તો કેટલાક પ્લેટ ફોર્મ પર ગંજીપાના રમતા હોય છે. બહાર ગામથી આવતી બસને પ્લોટ ફોર્મ સુધી પહોચાડવા માટે બસ ચાલકોને પારાવાસ મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. આડેધડ પાર્ક થયેલી રિક્ષાના કારણે બસ ચાલકને મોડીરાતે હોર્ન વગાડ પડે છે. આમ છતાં રિક્ષા દુર હટાવવામાં ન આવે ત્યારે બસ ચાલક જ રિક્ષા હટાવી બસને નિયત સ્થળ સુધી પહોચાડે છે.

શાસ્ત્રી મેદાનના બસ સ્ટેસનમાં મોડીરાતે ઉતરતા પરપ્રાંતિય મજુરો પાસેથી નવા બસ સ્ટેશન સુધી જવાનું રૂા.૧૦૦ રિક્ષા ભાડુ પડાવવામાં આવે છે. પરપ્રાંતિય મહિલા મજુરની દારૂના નશામાં છેડતી કરતા આવારા તત્વોને ટપારવામાં આવે ત્યારે તેઓ સાથે ઝઘડો કરતા શખ્સો પોલીસની મોબાઇલ જોઇ ભાગ જતા હોય છે. ફરી પાછા આવી પોલીસને કેમ જાણ કરી તેમ કહી બસ ચાલકો અને ભદ્ર સમાજના મુસાફરો સાથે ઝઘડો કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. બસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સિક્યુરીટી અને હોમગાર્ડને હવાલે કરવામાં આવ્યું છે. બસ સ્ટેશનની પોલીસ ચોકી લાંબા સમયથી બંધ હાલતમાં રહેતી હોવાથી રાતે મુસાફરો પડતી મુશ્કેલી અંગે કોઇ ફરિયાદ સાંભળવાવાળુ કે મુસાફરને મદદ મળતી નથી.

શાસ્ત્રી મેદાનમાં બસ ચાલકો અને રિક્ષા ચાલકો વચ્ચે અવાર નવાર થતા ઝઘડા અંગે અને રિક્ષા ચાલકોની રંજાડ અંગે સિક્યુરિટીમેન દ્વારા એસટીના ઉચ્ચ અધિકારીઓનું અવાર નવાર ધ્યાન દોરવામાં આવતું હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી બસ સ્ટેશનમાં મુસાફરોની સલામતી સામે મોટુ જોખમ ઉભુ થયું છે. રાજકોટમાં નિર્ભયાકાંડ બને તે પહેલાં લુખ્ખાઓને કાયદાનો પાઠ ભણાવી શાન ઠેકાણે લાવવી જરૂરી બન્યું છે. કોરોના મહામારીથી બચવા માટે સરકારની કોઇ ગાઇડ લાઇનનું પણ પાલન ન થયું હોય તેમ રાતે સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ, ટેમ્પરેચર જોવામાં આવતું નથી કે સેનેટાઝરનો ઉપયોગ થતો ન હોવાનું પણ સામે આવ્યું છે. બસ સ્ટેશન સુપર સ્પેડર બને તો નવાઇ નહી તેમ જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.