Abtak Media Google News

ફી નિયમનના કાયદાની અમલવારી મુદે શાળા સંચાલકો સાથે બેઠક યોજતા ડીઈઓ: સરકારના નિયમનું પાલન કરવા શાળા સંચાલકો સહમત

રાજકોટના ઈન્ચાર્જ ડીઈઓ આર.સી.પટેલે શાળા સંચાલક મંડળની બોલાયેલી બેઠકમાં ૫૦૦થી વધુ ઉપસ્થિત રહ્યા: જુદા જુદા મુદ્દે ચર્ચા

શહેરની કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે આજે રાજકોટના ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ રાજય સરકારના ફી નિયમન વિધયકની કડક અમલવારી મુદે શહેરના શાળા સંચાલકો સાથે ખાસ બેઠક કરી જુદા જુદા મુદ્દે ચર્ચાઓ કરી હતી અને આ કાયદાનો કડક અમલ થાય તેવું પણ જણાવ્યુ હતું. જયારે બીજીબાજુ શાળા સંચાલકોએ પણ સરકારના ફી નિયમન અંગેના કાયદાનું કારણ કરવા સહમત થયા હોવાનું ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે જણાવ્યું છે.

Vlcsnap 2017 05 01 14H11M50S189સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણાધિકારી અને રાજકોટ ડીઈઓનો જેમની પાસે ચાર્જ છે તેવા આર.સી.પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજય સરકારે ચાલુ વર્ષથી ખાનગી શાળાઓ માટે એકટ અને નિયમો અમલી કર્યા છે. જે બાબતે દરેક શાળાઓને સરકારે ઠરાવ પસાર કરી સુચના આપી હતી અને સુચના મુજબ વાલીઓ અને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના સંચાલકો વચ્ચે ગેરસમજ ન પ્રવર્તે તે માટે આજે શહેરની કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે રાજકોટ જિલ્લાના અંદાજીત ૫૦૦થી વધુ શાળા સંચાલકોની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.

આ મીટીંગનો મુખ્ય એજન્ડા ફી નિયમન વિધેયક શું છે તે બાબતની જાણકારી આપવા અને તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે તે અંગે શાળા સંચાલકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ શાળાએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તેમજ ગયા શૈક્ષણિક વર્ષે જે ફી લેવામાં આવી હતી. તેમાં વધારો-ઘટાડો કરી શકશે નહીં. આ બધી બાબતની સ્પષ્ટતા ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે મીટીંગમાં કરી હતી.

જે શાળાઓ ૧૫ હજાર, ૨૫ હજાર કે ૨૭ હજારથી ઓછી ફી લે છે તેને સોગંદનામુ રજુ કરવાનું રહેશે. તે સિવાયની શાળાઓ પ્રાથમિક કે હાયર સેક્ધડરી જે-તે સ્કૂલને જિલ્લા કે પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ ફાઈલો રજુ કરવાની રહેશે.  ફી નિયમનની કડક અમલવારી કરવા માટે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાં ઝોન કમિટી કાર્યરત થશે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કેન્દ્રમાં કાર્યરત થનારી આ ઝોન કમિટી સમક્ષ જે-તે શાળાઓએ પોતાની ફાઈલો રજુ કરવી પડશે અને કમિટી બોલાવે ત્યારે જે-તે સ્કૂલના સંચાલકોએ સુનાવણી માટે જવાનુ રહેશે. તેમજ શાળાએ જે ફી નિર્ધારીત કરી છે તેનું જસ્ટીફીકેશન રજુ કરવુ પડશે. આજની બેઠકમાં શાળા સંચાલકોએ રાજય સરકારે જે ફી નિયમન વિધયક પસાર કર્યું છે તેનો અસરકારક અમલ કરશે અને નિયમોનું પણ પાલન કરવાનું જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.