Abtak Media Google News

ગોંડલમાં ટ્રકે બાઈકને ઠોકરે લેતા સુરેન્દ્રનગરનાં શ્રમિકનું મોત

રાજકોટ જિલ્લામાં બે સ્થળે અકસ્માતના બનાવમાં યુવક સહિત બેના મોત નિપજયા જેમાં ગોંડળ શહેરમાં ટ્રે બાઈકને હડફેટે લેતા પરપ્રાંતીય શ્રમિકનું અને રાજકોટના યુવાનનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ પાસે રહેતા અને કારખાનામાં કામ કરતા રાકેશ પરસોતમભાઈ ઘેડીયા નામના ૩૦ વર્ષિય પ્રજાપતિ યુવાન અને તેના મિત્ર જી.જે. ૩ એફ.જે. ૯૪૭૦ નંબરનાં બાઈક લઈને શાપર ખાતે ફેબ્રીકેશનના રૂપીયા લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતી જી.જે. ૩ એફ.જે. ૯૪૭૦ નંબરની સ્કોરપીયોનાં ચાલકે બાઈકને હડફેટે લેતાગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે ખસેડવામાં આવેલા જયા ચાલુ સારવાર દરમિયાન રાકેશભાઈ ઘેડીયાનું મોત નિપજયું હતુ.

જયારે મુળ સુરેન્દ્રનગર જિલ્લાનાં સુરેલ ગામનો વતની અને હાલ ગોંડલ નજીક ભ‚ડી પાટીયા પાસે પેન્ટાગોન ફોજીંગ ફેકટરીમાં પેટીયુ રળતા ધીરૂ ગુગાભાઈ વસાણી નામના ૨૭ વર્ષિય યુવાન જી.જે.૧ એસ.ડી. ૯૯૪૨ નંબરનાં બાઈક ૫૧ ગોંડલ શહેરનાં જેતપૂર રોડ પર આવેલા ત્રણ ખુણીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરપાટ ઝડપે આવતા જીઆરપી ૬૫૨૫ નંબરનાં ટ્રક હડફેટે લેતા શ્રમિક યુવક્ધું મોત નિપજયુંહતુ પોલીસની પ્રાથમિક તપાસમાં ધીરૂ વસાણીના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.