Abtak Media Google News

રાજકોટના મવડી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇને મહિલાઓ રસ્તાઓ પર ઉતરી આવી હતી અને માટલા ફોડી પાણી આપોના નારા લગાવ્યા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં નિયમિત પાણી મળતું નથી, ક્યારેક ડોહળું પાણી આવે છે જે પીવાલાયક નથી.

મહિલાઓ રણચંડી બની રસ્તા પર ઉતરી આવી હતી અને પાણી પ્રશ્ને આક્રોશ વ્યક્ત કર્યો હતો. રસ્તા પર ઉતરી આવતા રસ્તો ચક્કાજામ થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ પોલીસ દોડી આવતા મામલો વધુ ઉગ્ર બનતા અટક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.