Abtak Media Google News

ગ્લોબલ સ્કીલ એકેડમી દ્વારા શરૂ યેલા એક્ટિંગ તા ફિલ્મ મેકિંગના કોર્ષમાં FTII તા NSDના પ્રોફેસર આપશે જ્ઞાન

યુવાધનને એક્ટિંગ અને ફિલ્મ મેકિંગની પા-પા પગલીથી લઈ પ્રોફેશન બનાવવા માટેના પાઠ ભણાવવા રાજકોટમાં ગ્લોબલ સ્ટીલ એકેડમી દ્વારા એક્ટિંગ તા ફિલ્મ મેકિંગના કોર્ષનો પ્રારંભ થઈ ચૂકયો છે. જેમાં વિર્દ્યાીને અમુલ્ય જ્ઞાન આપવા નિષ્ણાંત પ્રોફેસરો આવી ચૂકયા છે.Dsc 0832

આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન ગ્લોબલ ફિલ્મ એકેડમી સાથે સંકળાયેલા આગેવાનોએ કહ્યું હતું કે, ભારતમાં સ્કીલ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્કીલફૂલ સમાજ તૈયાર થાય તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યાં છે. દરેક વ્યક્તિ પોતાના શોખને સ્કીલમાં ક્ન્વર્ટ કરી આવક રળવા માંગે છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે નવું નવું શિખવા ઈચ્છતા લોકોને ભણાવીએ છીએ. એક્ટિંગ અને ફિલ્મ મેકિંગની પા-પા પગલીી માંડી પ્રોફેશનમાં અવ્વલ સન હાસલ કરે તેવા પ્રયાસો કરીએ છીએ. અન્ય સ્ળોની જગ્યાએ રાજકોટના વિર્દ્યાીઓમાં ઉત્કંઠા અને શિખવાની ભાવના વધુ છે. રાજકોટનો ઉત્સાહ અનેરો છે અહીં બહોળા પ્રમાણમાં થી સશક્તિકરણના દાખલા જોવા મળે છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટમાં ગ્લોબલ સ્કીલ એકેડમીની સપના વ્યક્તિને સ્કીલફૂલ બનાવવા જ કરવામાં આવી હતી. જે અંતર્ગત એસએનકે સ્કૂલ ખાતે એક્ટિંગ અને ફિલ્મ મેકિંગનો અભ્યાસક્રમ શરૂ થયો છે. જેમાં પુના ફિલ્મ મેકિંગ ઈન્સ્ટિટયુટ અને એનએસડીના તજજ્ઞ પ્રોફેસરો રાજકોટ આવ્યા છે. આગામી અઠવાડિયાી આરકેસી તા જીનીયર્સ સ્કૂલ ખાતે પણ એક્ટિંગ અને ફિલ્મ મેકિંગના અભ્યાસ શરૂ થશે.

આજરોજ જાણીતા ટીવી અને ફિલ્મ પ્રોડયુશર, ડિરેકટર તથા ડ્રિમ વોકર એકેડમીના ફાઉન્ડર સૌરભ વણઝારા,
ફિલ્મ મેકિંગ એન્ડ પ્રોફેશનલ ડિરેકટર વિષયના ફેકલ્ટી શરદ રાજ, એક્ટિંગના ફેકલ્ટી પરેશ પારેખ તથા સુમિત કુમાર સહિતના સિનેજગત સાથે  જોડાયેલા નિષ્ણાંતો હાજર રહ્યાં હતા. સમગ્ર આયોજન શગુન વણઝારા તથા  રોમાંચભાઈ વોરા થકી થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.