Abtak Media Google News

આજી નદી શુદ્ધિકરણ મહાઅભિયાનનો આરંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

આજી નદી સ્વચ્છતા અભિયાનમાં વિવિધ સંસ્થાના ભણેલ ગણેલ યુવક-યુવતીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો, તે બદલ આભાર વ્યક્ત કરતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય

મહાનગરપાલિકા દ્વારા આજીનદી શુદ્ધિકરણ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ આજરોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે થયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પાણીની સમસ્યાથી પીડાતું રાજકોટ હવે નર્મદાના નીર આજી નદીમાં પધરામણી થતા કાયમ પાણીવાળુ રહેશે. આ કામ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના કારણે શકય બન્યું છે. વર્ષોથી રાજકોટની પાણીની સમસ્યા હતી. રાજકોટની પ્રજાના લાભાર્થે ૪૦૦ કિ.મી. દુર નર્મદાનું પાણી રાજકોટમાં આવે તે માટે મુખ્યમંત્રીએ કરોડો ‚પિયા ખર્ચી પાઈપલાઈન, પંપોના કામો કરાવડાવ્યા. જેને પરિણામે આજી નદીમાં નર્મદાનું પાણી આવતું થયું છે.

Dsc 0296આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જણાવ્યું કે, રાજકોટના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખશે. ૧૧ કિ.મી. લાંબો આજીનો પટ સૌના સાથ સહકારથી સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેના સારા ફળો દાયકાઓ સુધી શહેરને મળતા રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી દિવસોમાં રાજકોટ આવવાના છે ત્યારે શહેરી તંત્ર દ્વારા અનેક કાર્યક્રમોની વણઝાર શરુ કરવામાં આવી છે. તે પૈકી આજી શુદ્ધિકરણ સ્વચ્છતા અભિયાન છે. સાથો સાથ શહેરને આજ રોજ બીન લેશ બનાવવાનું પણ જાહેર કરાયું છે. શહેરમાં કચરા પેટી ન રહેવાથી થોડી ઘણી ગંદકી થતી તે પણ બંધ થશે. આ ઉપરાંત ઈ-વેસ્ટ એપ્લીકેશન લોન્ચ કરી લોકોના ઘરે રહેલ ઈ-વેસ્ટ એકત્રિકરણ કરી પર્યાવરણીય નુકશાન થતું અટકાવનાર રાજકોટ ગુજરાતમાં પ્રથમ છે. ગઈ કાલે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારી પત્રક ભરવાની કામગીરી સમયે જોગ સંજોગ ગુજરાતના ત્રણ શહેરનો સ્માર્ટ સિટી જાહેર કરાયા તે સુભગ સમન્વય છે. ૨૦૧૫માં કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકાર આવી ત્યારે દેશના ૧૦૦ શહેરને સ્માર્ટ સિટી તરીકે પસંદ કરવાનું અને તેમને રૂ.૫૦૦ કરોડણી ગ્રાન્ટ આપવાનંમ જાહેર કરેલ. તે મુજબ ગઈકાલે ગુજરાતના રાજકોટ, ગાંધીનગર, અને દાહોદને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરી રૂ.૫૦૦-૫૦૦ કરોડની ગ્રાન્ટ ભારત સરકારે જાહેર કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પણ આ ત્રણેય શહેરોને રૂ.૫૦૦-૫૦૦ કરોડ ફાળવશે.

નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર માટે પાણીનો પ્રશ્ન હલ કાર્યો છે, જરૂરી પાણીની પાઈપ લાઈનો નાખી, પમ્પીંગ સ્ટેશનો બનાવ્યા છે રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પાણી પહોચાડ્યું છે. તા.૨૯ના રોજ વડાપ્રધાન આજીડેમમાં નર્મદાના નીરના વધામણા કરશે. વિકલાંગોને સહાય આપશે. ચુંટણી પ્રચાર સિવાય આવનાર નરેન્દ્રભાઈ મોદી બીજા વડાપ્રધાન છે, આ પહેલા મોરારજી દેસાઈ ચુંટણી સિવાયના કામ માટે રાજકોટ આવ્યા હતા.

આ પ્રસંગે બોલતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદીના આગમન ને વધાવવા ૫૪ જેટલી કમિટીઓ બનાવવામાં આવી તે પૈકી એક કમિટી આજીની સફાઈની છે. અને આપણે એ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. આજી નદી વર્ષોથી ગંદકીથી ખદબદતી હતી તે હવે ચોખ્ખી ચણાક બનશે. તેમાં ચેકડેમ બનશે. આ કામ માટે જરૂરી મશીનરી ફાળવવા અમોએ નીતિનભાઈ પટેલને તુરંતજ જરૂરી મશીનરી ફાળવેલ છે. લોકોની આસ્થાના પ્રતિક સમાન રામનાથ મહાદેવના મંદિર પાસે ગટરનું ગંદુ પાણી રેલાતું તે હવે બંધ થશે. અને આ તકે હું કલેકટર અને કમિશનરને સુચન કરું છેં કે આજી નદીમાં કચરો ઠાલવતા વાહનો સામે અને લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ, અને આવી ગંદકી ફેલાવનારની જાણ કરનાર ફરયાદીને ૫૦% રકમ આપવી જોઈએ અને વાહનો જપ્ત કરવા જોઈએ. આજી નદી અત્યાર સુધી કોરી હતી પરંતુ હવે આજીડેમ થી આજી નદીમાં નર્મદા મૈયાનું પાણી વહેશે.

આ તકે અધ્યક્ષ સ્થાનેથી બોલતા મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના ખુબજ આગ્રહી છે, તેઓ તા.૨૯ જુને આવે છે ત્યારે આપણું શહેર સ્વચ્છ અને સુંદર હોઈ તે જરૂરી છે આ માટે શરુ કરવામાં આવેલ સફાઈ અભીયાનમાં શહેરની વિવિધ સંસ્થાના ભણેલ ગણેલ યુવક-યુવતીઓ જોડાયા છે તેનો હું આભારી છે. છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી ચાલુ છે. આજી નદી શુદ્ધિકરણ માટે ગુજરાત સરકારે પણ જરૂરી સાથ સહકારની ખાતરી આપી છે ત્યારબાદ મહાનુભાવો દ્વારા આજી નદીના પટમાં સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આજી શુદ્ધિકરણ કાર્યક્રમમાં શહેરની સંસ્થાઓ જેવી કે આર્ટ ઓફ લીવીંગ, જલારામ સેવા સમિતિ, ફીટનેશ ફાઈવ, રામકૃષ્ણ આશ્રમ, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ ડેરી મર્ચન્ટ એશોસિએશન, ચેમ્બર આેફ કોમર્સ રાજકોટ, સાતમન રચનાત્મક ચેરીટેબલ ટ્રસ્ટ, સ્માર્ટ સિટી ટ્રસ્ટ, જીનીયસ સ્કુલ, પ્રગતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રોલ પ્રેશ એશોસિએશન, યુવી ક્લબ, ખોડલધામ ટ્રસ્ટ, આ.કે.કોલેજ, દર્શન કોલેજ, ક્રિકેટ, બ્રમ્હાકુમારી, સ્વામીનારાયણ ગુરુકુલ વિગેરે સંસ્થાઓ જોડાયેલ હતી.

આ પ્રસંગે પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રુપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિ.કમિશનર બંછાનીધી પાની, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમેશભાઈ ટીલાળા, રાજકોટ બિલ્ડર એશોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, કોર્પોરેટરો આશિષભાઇ વાગડિયા, જાગૃતિબેન ઘાડિયા, દક્ષાબેન ભેસાણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, રૂપાબેન શીલુ, મનીષભાઈ રાડીયા, અજયભાઈ પરમાર, દલસુખભાઈ જાગાણી, દુર્ગાબા જાડેજા, અનિલભાઈ રાઠોડ, કિરણબેન સોરઠીયા, વર્ષાબેન રાણપરા, અશ્વિનભાઈ મોલીયા, પ્રીતીબેન પનારા, શહેર મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, વલ્લભભાઈ દુધાધરા, મયુરભાઈ શાહ, તથા જીતુભાઈ મહેતા, તથા વિવિધ સંસ્થાના પ્રતિનીધીઓ તથા શહેરીજનો, વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.