Abtak Media Google News

સેન્ટ્રલ બસ ટર્મિનલના ખાતમુહૂર્ત સાથે બીએસ-૪ અદ્યતન વોલ્વો બસનું લોકાર્પણ: જીએસઆરટીસીની એન્ડ્રોઇડ એપ્લીકેશન લોન્ચ કરાઇ: આવતા બે વર્ષમાં રાજકોટવાસીઓને મળશે હાઇટેક એસટી ટર્મિનલ

રાજકોટથી મુંબઇ નવી વોલ્વો બસને લીલીઝંડી આપતા વિજયભાઇ રુપાણી: સાંસદ, ધારાસભ્યો એસટીના એમ.ડી. વિજય નહેરા સહિતનાઓની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ‚પાણીએ આજે રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે અદ્યતન સુવિધા સો નિર્માણ નાર નવા સેન્ટ્રલ બસ ટર્મિનલનું ભૂમિપૂજન  ખાતમુહૂર્ત  બીએસ-૪ અધતન વોલ્વો બસનું લોકાર્પણ તા જી.એસ.આર.ટી.સીની

એન્ડ્રોઇડ એપ્લીકેશન ટ્રેક યોર બસનું લોંચિંગ કર્યા બાદ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ગુજરાતની પ્રજાને નવા એરપોર્ટ જેવું બસસ્ટેશન અને અદ્યતન આરામદાયક સુવિધા સોની લકઝરી બસો મળે તેવા સેવેલ સ્વપ્ન આજે પૂર્ણ વા જઇ રહયું છે.

મુખ્યમંત્રી ‚પાણીએ આજે રૂપિયા સો કરોડના ખર્ચે બંધાનાર આ બસ ટર્મિનલમાં મુસાફરોની સુવિધા માટે ફુડઝોન, શોપીંગ મોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ ાય તેવી વ્યવસ કરવામાં આવનાર છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ગુજરાત વાહન વ્યવહાર નિગમમાં ભારતમાં પ્રમ એવી બીએસ-૪ બસને એસ.ટી.માં શરૂ કરનાર ગુજરાત પ્રમ રાજ્ય છે. તેમણે રાજ્યમાં આધુનિક બસ ટર્મિનલ ચાર કાર્યરત ઇ ગયા છે અને હવે બીજા ૧૪ના ખાતમુહૂર્ત વા જઇ રહયા છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, લોકોની સુખ‚પ મુસાફરી માટે રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં ૫૦ ી વધુ વોલ્વો બસો જુદા જુદા લાંબા રૂટો ઉપર દોડાવવામાં આવી રહી છે. તેમજ એસ.ટી.માં જી.પી.એસ. સીસ્ટમ, ઇલેકટ્રોનિક સાઇન બોર્ડ તેમજ મોબાઇલ એપ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. તેમણે રાજકોટનો ઉલ્લેખ કરીને એસ.ટી.માં આ આધુનિક સગવડો આપવા સો અદ્યતન આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટની સુવિધા પણ આપવા જઇ રહયા છીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. એસ.ટી.માં આધુનિક લકઝરી બસો ઉમેરાતા પર્યાવરણ જાળવણીમાં ઘણી ઉપયોગી બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી દ્વારા પ્રજા અર્પણ કરાયેલી આ બસો રાજકોટ-મુંબઇ, અમદાવાદ-પુના, સુરત-જયપુર વાયા અમદાવાદના લોંગ રૂટ ઉપર સેવા આપશે. આ સુવિધા શરૂ વાી વધુમાં વધુ મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે.

આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયા, સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ઉપાધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કીરીયા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, વાહનવ્યવહાર નિગમના અગ્રસચિવશ્રી વિપુલ મિત્રા, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના એમ.ડી. વિજય નહેરા, જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાની તેમજ શહેર અગ્રણીઓ કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, વિભાગીય એસ.ટી. નિયામક રાજકોટ ડી.એન. જેઠવા, એસ.ટી.ના જનરલ મેનેજર એસ.કે. પ્રજાપતિ, મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસપકશ્રી જે.એચ. સોલંકી, એસ.ટી.ડેપો મેનેજર વરમોરા સહિતના અનેક મહાનુભાવો એસ.ટી. નિગમના આ કાર્યક્રમમાં જોડાયા હતા.

એસ.ટી. બસ પોર્ટની અન્ય સુવિધાઓ

ટીકીટ કાઉન્ટર અને પુછપરછ કેન્દ્ર, સમયપત્રકની માહિતી, પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વિવિધ સુચનાત્મક સાઈન બોર્ડ, સીસીટીવી કેમેરા – સર્વેલન્સ સીસ્ટમ, જી.પી.એસ સીસ્ટમ, ડીલક્ષ પ્રતિક્ષા ખંડ, વ્હીલ ચેર, લગેજ ટ્રોલી, મુસાફર બેઠક વ્યવસ્થા, કેન્ટીન/ રેસ્ટોરન્ટ, ડોરમેટરી, કલોક ‚મ, પેસેન્જર ટોઈલેટ, વોટર ‚મ, ઈન્ટરમીડીએટ પબ્લીક ટ્રાન્સપોર્ટ (આઈ.પી.ટી.), સ્ટોલ્સ, રીટેલ સુપર માર્કેટ/ શોપીંગ મોલ, રેસ્ટોરન્ટ/ ફુડકોર્ટ/ પ્લાઝા, મલ્ટીપ્લેક્ષ સિનેમા, વ્યવસાયિક ઓફિસો અને શો-‚મ, બજેટ હોટલ, બેઝમેન્ટ પાર્કીંગ ટુ વ્હીલર/ ફોર વ્હીલર, ગેમીંગ ઝોન વિગેરે…

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.