મંદિરો મુદ્દે રાજકોટના વોર્ડ ન. 17ના ઉમેદવારોએ લોકોને આપ્યા આ વચનો

કોઇપણ ભોગે મંદિર નહીં તુટવા દઇએ: વોર્ડ નં. ૧૭ના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઇ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક અને વસંતબેન પીપળીયાનું વચન

ભારતીય જનતા પાર્ટી એક બાજુ ભવ્યાતિભવ્ય રામમંદિર બનાવવા લોકોને જોડી રહી છે. તો બીજી બાજુ ભાજપના જ આગેવાનો નાના મંદિરો તોડવાની વાતો કરી રહ્યા છે.

ત્યારે ચૂઁટણી સમયે ભાજપની બેવડી નીતિના દર્શન લોકો કરી રહ્યા છે. મંદિર તોડવા મુદ્દે જ એક ઓડિયો કિલપ વાયરલ થઇ છે. જેમાં વોર્ડ નં. ૧૭ ના ભાજપના આગેવાન હનુમાન મંદિર તોડવાની વાતો કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે.

અમે મંદિર ડિમોલીશન માટે મહેનત કરીએ છીએ. અમે આગ્રહ એવો રાખીએ છીએ.

અમે આગ્રહ એવો રાખીએ છીએ કે ડિમોલીશન કરી જગ્યામાં જે મંદિર છે તે પાડી નાખવામાં આવે  અને સરકારી જગ્યા ખુલ્લી થાય.

જેના પ્રત્યુતરમાં કોંગી ઉમેદવાર ઘનશ્યામસિંહ જણાવે છે. કે આપણે હિન્દુ છીએ અને મંદિરમાં દાદા બેઠા છે એટલે મંદિરનું ડિમોલીશન ન કરાવાય.

હવે અમે મંદિર બનાવવા પુરી તાકાત લગાડશું મંદિર ડિમોલીશન માટે હું રાજી નથી. બીજેપી અગ્રણી સમજાવતા જણાવે છે કે અન્ય જગ્યાએ મંદિર ડેવલપ કરી નાખીએ, બીજેપી અગ્રણી વધુમાં કહે છે કે અમે સોસાયટીના લોકોને ભેગા કરીને મંદિર પાડવાનું વિચારીએ છીએ.

તેનો સખ્ત જવાબમાં કોંગી ઉમેદવાર કહે છે કે હવે હું તમારી સામે આવીશ પણ દાદાને તો ત્યાંથી નહિ હલવા દઉ,તેવો જોરદાર જવાબ આપ્યો છે.

એકબાજુ ભાજપ મંદિરો બાંધવાની વાતો કરે છે અને બીજી બાજુ પક્ષના જ આગેવાનો મંદિર તોડવાની વાતો કરતા ભાજપ પર આકરા પ્રહારો કરતા વોર્ડ નં.૧૭ કોંગ્રેસના ઉમેદવારો અશોકભાઇ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, વસંતબેન પીપળીયા ભાજપના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોવાનું જણાવ્યું હતું.

Loading...