Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, પુરુષોતમ રૂપાલા અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહેશે: આજથી ડોર ટુ ડોર સંપર્ક અભિયાન

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચુંટણીને અનુલક્ષીને તા.૨૪ થી તા.૨૬ વચ્ચે દેશના તમામ ૫૪૩ સંસદીય મતક્ષેત્રમાં વિજય સંકલ્પ સંમેલનો યોજાનાર છે તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા ભાજપ અગ્રણી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, નેહલ શુકલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ લોકસભા સીટના ઈન્ચાર્જ ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર લોકસભાની ચુંટણીને અનુલક્ષી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ લોકસભાના કાર્યકર્તાઓ માટે તા.૨૬/૩ને મંગળવારે સાંજે ૫:૩૦ કલાકે શહેરના અમૃતસાગર પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, બીગબજાર સામે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન જેમાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુજી, પુરુષોતમભાઈ રૂપાલા તથા રાજયના કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહી સંબોધન કરશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘નયા ભારત’ના નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીની સાથે-સાથે લોકભાગીદારીને પણ સાંકળી શકાય તેવા હેતુથી ‘મેરા દેશ બદલ રહા હે’ની ભાવનાને ઉજાગર કરવા વિજય સંકલ્પ સંમેલનમાં બુથ લેવલના કાર્યકર્તાઓથી શરૂ કરીને તમામ શ્રેણીના હોદેદારો, મંત્રીઓ અને પદાધિકારીઓ, સમર્થકો, શુભેચ્છકો આ સંમેલનમાં જોડાશે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા ગુજરાતની જનતા અડીખમ ઉભી રહેશે તેવો વિશ્વાસ છે. તેમજ આજથી ૨૬ સુધી શહેરભરના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર સંપર્ક કરી લોકસભા ચુંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો તેમજ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ તથા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.