Abtak Media Google News

શહેરના વિવિધ વિસ્તારોમાં હૈયાત ૨૪૨ ડસ્ટબીનને એક માસમાં હટાવી દેવાશે: બીન પોઈન્ટ પર ટીપરવાન સતત આંટાફેરા કરશે: મ્યુનિ.કમિશનર

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા રેન્કીંગમાં દેશના સ્વચ્છ ૫૦ શહેરોમાં રાજકોટનો ૧૮મો ક્રમાંક આવ્યો છે. રાજકોટને સ્વચ્છતામાં દેશનું સર્વશ્રેષ્ઠ બનાવવા માટે મહાપાલિકાની શાસક તા વહીવટી પાંખે કમરકસી છે અને રેન્કીંગના બીજા જ દિવસી સફાઈને લગતા ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આગામી એક માસમાં રાજકોટને ડસ્ટબીન ફ્રી સિટી જાહેર કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ૨૪૨ કચરાપેટી હટાવવા મ્યુનિ.કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં મહાપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી શ‚ કરવામાં આવતા શહેરમાં છેલ્લા ઘણા સમયી ડસ્ટબીનની સંખ્યા ક્રમશ: ઘટી રહી છે. હાલ રાજકોટમાં ૨૪૨ પોઈન્ટ પર ડસ્ટબીન મુકવામાં આવી છે. એક માસમાં રાજકોટને ડસ્ટબીન ફ્રી સિટી જાહેર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત સોલીડ વેસ્ટ શાખાને ડસ્ટબીન ડયાવવા માટેની તાકીદ કરી દેવામાં આવી છે. ડસ્ટબીનમાં સામાન્ય રીતે દુકાનદારો કચરો નાખતા હોય છે. જે સ્ળે ડસ્ટબીન હટાવવામાં આવશે ત્યાં મીની ટીપર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે અને પોઈન્ટ પરી કચરો કલેક કરવા માટે મીની ટીપરમાં એક સ્વચ્છતા મિત્ર પણ તૈનાત કરવામાં આવશે.

હાલ શહેરમાં ૩૦૫ મીની ટીપર ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી કરી રહ્યાં છે. આ ઉપરાંત શહેરને સ્વચ્છ બનાવવા માટે આગામી દિવસોમાં ભીડભાડવાળા વિસ્તારોમાં પણ રાત્રી સફાઈની કામગીરી હા ધરવામાં આવશે.

કામ નહીં કરનાર એસઆઈ અને એસએસઆઈને ઘરભેગા કરાશે

સફાઈ કામદારોની સાપ્તાહિક રજામાં ફેરફાર કરાતા કામદારો સો એસએસઆઈ અને એસઆઈમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સફાઈ કામદારોની છે અને આ માટે તેઓને પગાર આપવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોી બેદરકાર સફાઈ કામદારોને નોટિસ ફટકારવા, પગાર કપાત કરવા અને સસ્પેન્ડ કરવા સહિતની કામગીરી હા ધરવામાં આવી છે.

કામ નહીં કરનાર સેનેટરી ઈન્સ્પેકટર અને સબ સેનેટરી ઈન્સ્પેકટરને પણ આગામી દિવસોમાં ઘર ભેગા કરી દેવામાં આવશે તેવી કડક ચેતવણી આજે પત્રકારો સોની વાતચીત દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.