Abtak Media Google News

રાજકોટના કડિયા પરિવારના સાત કુટુંબીજનો ગત તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ ચાર ધામની યાત્રાએ નીકળેલા હતા. તેઓએ ગંગોત્રી ખાતેથી દર્શન કર્યા બાદ આગળની યાત્રા દરમિયાન ગમખ્ગાર અકસ્માત સર્જાતા કુલ નવ  વ્યકિતઓના મૃત્યુ થયેલ હતા. આ દુઃખદ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મૃત્યુ પામેલ યાત્રિકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. અને દુઃખમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે અકસ્માતનો  ભોગ બનનાર સાત પરિવારોને કુટુંબ દીઠ રૂપિયા પાંચ-પાંચ લાખની  ગુજરાત સરકાર દ્વારા એક માસ પહેલા સહાયના ચેકોનું વિતરણ કરીને આપવામાં આવી હતી.Img 20190211 Wa0010

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અકસ્માતના સમાચાર મળતા રાજ્યના મુખ્યસચિવને ઉત્તરાખંડ રાજ્ય સરકાર અને ભારત સરકારનો ઝડપભેર સંપર્ક કરીને અકસ્માતના સ્થળે જેટલા લોકો બચી શકે તેટલા લોકોને બચાવવા સુચના આપી હતી અને જે કંઇ ખર્ચ થાય તે રાજ્ય સરકાર ભોગવશે અને અકસ્માતમાં મૃત્યુ પામનાર યાત્રિકોના પાર્થિવ દેહને રાજકોટ લાવવા એરફોર્સના વિમાનની વ્યવસ્થા કરી હતી.

ગોઝારા અકસ્માતમાં જે લોકો કાળનો કોળીયો બન્યા છે તેમના પરિવારજનોની હાજરીમાં તેમજ રાજ્યના સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત પછાત વિકાસ નિગમના ચેરમેન અને સમાજના પ્રમુખશ્રી નરેન્દ્રબાપુ ની ઉપસ્થિતિમાં અને સમાજના અગ્રણીઓ, આગેવાનોની હાજરીમાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં થી આવેલ સહાય પેટે એક લાખ ના ચેક તેમજ આ સાતેય પરિવારજનોના મૃત્યુ ઉત્તરાખંડમાં થયેલ હોય જેથી ઉત્તરાખંડ સરકાર દ્વારા દસ્તાવેજ ગણાતા ડેટ સર્ટિફિકેટ પણ ત્યાંથી ગુજરાત સરકારને મોકલી આપવામાં આવેલ હતા જે આજરોજ રાજકોટ દક્ષિણ મામલતદાર દ્વારા ભોગ બનનારના પરિવારજનો ને આપવામાં આવેલ હતા.

Img 20190211 Wa0013

આ ગમખ્વાર અકસ્માતમાં ભોગ બન્યા હતા એવા રાજકોટના ગાયત્રીનગર-૪/૧૧ના ખુણે શિવકૃપા ખાતે રહેતાં દેવજીભાઇ હિરજીભાઇ ટાંક (ઉ.૬૨), ભાનુબેન દેવજીભાઇ ટાંક (ઉ.૫૫), રામેશ્વર સોસાયટી ચામુંડા કૃપા ખાતે રહેતાં ભગવાનજીભાઇ ભવાનભાઇ રાઠોડ (ઉ.૫૮), કાકી ગોદાવરીબેન ભગવાનજીભાઇ રાઠોડ (ઉ.૫૫) તથા દેવજીભાઇ અને ભગવાનજીભાઇના મિત્રો વિવેકાનંદન સોસાયટીમાં રહેતાં મગનભાઇ શામજીભાઇ સાપરીયા (ઉ.૬૨), રામેશ્વર સોસાયટીમાં રહેતાં હેમરજભાઇ બેચરભાઇ રામપરીયા (ઉ.૫૫) કંચનબેન હેમરજભાઇ રામપરીયા તથા રામેશ્વરમાં જ રહેતાં ચંદુભાઇ તુલસીભાઇ ટાંક (ઉ.૬૨)નો સમાવેશ થાય છે. તેની સાથેના પુના તલેગાંવના બેચરભાઇ રામજીભાઇ બેગડ (ઉ.૬૭)ના પણ મોત નિપજ્યા હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ઉપસ્થિત રહીને ચેક સ્વીકાર્યા હતા

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપાયેલી રાહત બાદ કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રધાન મંત્રી રાહત ફંડ માંથી વ્યક્તિદીઠ એક લાખ રૂપિયા અને અકસ્માતમાં મૃત્યુ થયેલા લોકો તેમજ ઘાયલ થયેલા વ્યક્તિઓને પણ 50 50 હજાર રૂપિયાની તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ મદદરૂપ આપવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.