Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા “કૂલિંગ સ્માર્ટ સિટીઝ : ધ એરાઈવલ ઓફ ડીસ્ટ્રીક્ટ એનર્જી ઇન ઇન્ડિયા વિષય પર ખાસ વર્કશોપ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “યુએનઈ, “ઇક્લી સાઉથ એશિયા, ઈઈએસએલ અને ઇન્ટરનેશનલ સોલાર એલીયાન્સના સંયુક્ત ઉપક્રમે “કૂલિંગ સ્માર્ટ સિટીઝ : ધ એરાઈવલ ઓફ ડીસ્ટ્રીક્ટ એનર્જી ઇન ઇન્ડિયા વિષય પર એક ખાસ વર્કશોપનું આયોજન આજે કરવામાં આવેલ હતું.

આ તકે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવી રહયા છે અને ભવિષ્યમાં પણ અનેક પગલાંઓ લેવામાં આવનાર છે. જેમ કે, રૈયા વિસ્તારમાં નવા રિંગ રોડ પાસે આકાર પામનાર સ્માર્ટ સિટી એરિયા બેઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાનિંગમાં ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. શહેરમાં ઉર્જાનો સૌથી વધુ ઉપયોગ બિલ્ડીંગોમાં થઇ રહયો છે. વીજળીના ઉપયોગમાં ક્રમશ: ઘટાડો અને રિન્યુએબલ એનર્જીમાં ક્રમશ: વધારો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે. ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ રૈયા ખાતેના સ્માર્ટ સિટીના વિકાસમાં આ દિશામાં મહત્વનો ભાગ ભજવશે.

Vlcsnap 2019 02 07 13H22M33S979

આ પ્રસંગે  મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમનું પ્લાનિંગ કરનાર રાજકોટ સમગ્ર દેશનું સૌપ્રથમ શહેર બન્યું છે. રૈયા ખાતેના સ્માર્ટ સિટીના વિશાળ આયોજનમાં ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમની યોજના પણ સામેલ છે. આ નવું સ્માર્ટ સિટી અન્ય વિવિધ લેટેસ્ટ સુવિધાઓ સાથે ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમની સેવા પણ મેળવશે. જેનો મુખ્ય આશય વીજળીની મહત્તમ બચત, સ્વચ્છ ઉર્જા, વાતાવરણમાં ભળતા કાર્બન વાયુમાં ઘટાડો, અને વીજળીની માંગમાં પણ ઘટાડો તેમજ લોકોને આર્થિક ફાયદો થાય તે છે.

રાજકોટમાં દિવસે ને દિવસે, ખાસ કરીને ઉનાળામાં એરકંડીશનરના ઉપયોગમાં જબરો ઉછાળો આવી છે, અને તેનાથી ઉર્જા વપરાશમાં ને ખર્ચમાં વધારો થાય છે અને વાતાવરણમાં કાર્બન ઉત્સર્જનમાં પણ વૃદ્ધિ થાય છે, જે પર્યાવરણ માટે હાનીકારક છે. આ તમામ સમસ્યાઓનો ઈલાજ છે ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ. રાજકોટ મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં આવર્ષે નવી ૫૦ સહિત કુલ ૨૦૦ ઇલેક્ટ્રિક બસ ખારેદ્વાનો નિર્ણય કર્યો છે. શહેરની ૬૫૦૦૦ થી વધુ સોડીયમ લાઈટોને એક.ઈ.ડી.માં કન્વર્ટ કરવામાં આવી છે. તાજેતરમાં જ આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે વિશાળ જગ્યામાં સોલાર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરી ફિલ્ટર પ્લાન્ટનો વિજળી ખર્ચ ૪૦ થી ૫૦ ટકા ઘટાડવામાં આવ્યો છે.

Vlcsnap 2019 02 07 13H23M17S345

આ ઉપરાંત  ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના એડીશનલ ડાયરેકટર રાજીવ ગ્યાનિએ પણ પ્રાસંગોચિત ઉદબોધન કરી ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ સહિતના પગલાઓના લાભો વર્ણવ્યા હતાં. જ્યારે  યુ.એન. એન્વાયરમેન્ટ ઈન્ડિયા ઓફિસના હેડ અતુલ બાગાઈએ રાજકોટની ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ માટેની પહેલને મુક્ત કંઠે બિરદાવી હતી. આ પ્રસંગે અતુલ બાગાઈ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ વિષય પરના એક દસ્તાવેજ પર હસ્તાક્ષાર પણ કર્યા હતાં.

એપ્રીલ-૨૦૧૫ દરમ્યાન રાજકોટ શહેરે યુએન એન્વાયરમેન્ટ સાથે  ડિસ્ટ્રીક્ટ એનર્જી ઇન સીટીઝ ઇનીસીએટીવ ઇન ઇન્ડીયા પ્રોજેક્ટ અંતર્ગત એમઓયુ સાઇન કરેલ હતા ત્યારથી યુએન એન્વાયરમેન્ટ ઇકલી સાઉથ એશીયા સાથે મળીને હીટીંગ તથા કુલીંગ માટે એનર્જી એફીશીયન્ટ એપ્રોચ અપનાવા લોંગ ટર્મ પ્લાનીંગ કરવા તથા ડીસ્ટ્રીક્ટ કુલીંગ માટે સ્ટડી કરેલ તથા અમલીકરણ માટે પોલીસી રીકમેન્ડેશન અને સજેશન આપેલ હતા. રાજકોટ શહેર સ્માર્ટ સીટી મિશન અંતર્ગત એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ માટે ડીસ્ટ્રીક્ટ કુલીંગ સીસ્ટમ પ્રપોઝ કરેલ છે.

મેયર બીનાબેન જે. આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ વર્કશોપમાં માન. ચીફ સેક્રેટરી (ગવર્મેન્ટ ઓફ ગુજરાત) જે. એન. સિંઘ, મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધિ પાની, ઉપરાંત  ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના એડીશનલ ડાયરેકટરશ્રી રાજીવ ગ્યાનિ, યુએન એન્વાયરમેન્ટ ઈન્ડિયા ઓફિસના કન્ટ્રીહેડ અતુલ બાગાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

ડીસ્ટીકટ કુલીંગ સિસ્ટમ ભારત માટે નવી છે : અતુલ બાગાઈ

Vlcsnap 2019 02 07 13H24M04S691

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય ઉદેશ્ય એક નવા એપ્રરચિને લાગુ કરવાનો છે. ડિસ્ટ્રીકટ કુલીંગ સિસ્ટમ ભારત માટે એક નવી વસ્તુ છે અને રાજકોટ પહેલુ શહેર છે જેમાં આ સિસ્ટમને લાગુ પાડવાની વાતચીત શરૂ થઈ ગઈ છે. સ્માર્ટ સીટીનું પ્લાનીંગ થાય છે. એમાં સમાવેશ કરવાનું કામ રાજકોટએ એની ઉપર લીધું છે. એનાથી ત્રણ ચાર મોટા ફાયદા છે એક તો વિજળીનો ઉપયોગ ૫૦% ઓછો થઈ જાશે. બીજુ પર્યાવરણ પર અસર ઓછી થાશે. કુલીંગના રીકવારમેન્ટને પૂરૂ પાડશે નવી સોચની સાથે આ પ્રોજેકટ રાજકોટએ આગળ લઈ જવા માટે હાથ ધરી છે. તેમ યુ.એન.એન્વાયરમેન્ટ ઈન્ડીયાના કન્ટ્રી હેડ અતુલભાઈ બાગાઈએ જણાવ્યું હતુ

ડીસ્ટ્રીકટ કુલીંગ સિસ્ટમ ઉર્જા બચાવવામાં નિર્ણાયક ભુમિકા ભજવશે: જયદિપ સિન્હા

Vlcsnap 2019 02 07 13H23M44S997

ચીફ સેક્રેટરી જયદિપ સિન્હા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ઉપરાંત ત્યાં ફરજ નિભાવી ચુકેલા મેયર અને મ્યુનિ. કમિશનર પણ એટલા જ ભાગ્યશાળી પૂરવાર થતા રહયા છે અને તેનો સીધો લાભ શહેરને મળી રહયો છે. ગુજરાતના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રાજકોટના મેયર તરીકે રહી ચુક્યા છે. આજે રાજકોટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અને ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યું છે. રાજકોટનું ભવિષ્ય ઉજળું છે. આગામી ત્રણ થી પાંચ વર્ષમાં રાજકોટમાં ઘણું બધું બદલવાનું છે. એમાંય પર્યાવરણ ક્ષેત્રે તેની વિશે અસર જોવા મળવાની છે. ગુજરાતમાં ૨૪ કલાક વિજળી મળે છે અને વપરાશ પણ એટલો જ વધી રહયો છે ત્યારે ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ આગામી સમયમાં ઉર્જા બચતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ દિશામાં રાજકોટ શહેરે આ નવી પહેલ કરી છે એ બદલ રાજકોટ મહાનગરપાલિકા ખરેખર અભિનંદનને પાત્ર છે.ગુજરાત સરકાર દ્વારા ભાવનગર નજીક ધોલેરા ખાતે નિર્માણ પામી રહેલા મોડર્ન સિટીમાં પણ સોલાર એનર્જીના વપરાશ પર વિશેષ ભાર મુક્યો છે.જેમાં ૧૦૦૦ મેગા વોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ સ્થપાશે. કચ્છમાં પણ આ દિશામાં મહત્વનું પ્લાનિંગ થયું છે. સોલ્લાર એનર્જીમાં ગુજરાત સમગ્ર દેશમાં સૌથી આગળ દોડી રહયું છે. રાજકોટની વાત કરું તો ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમથી રાજકોટના એન્જીનીયરીંગ ક્ષેત્રને નવું બળ પ્રાપ્ત થઇ શકશે. ઉર્જા વપરાશ ઘટશે. એન્જીનીયરીંગ ક્ષેત્રે રાજકોટ હબ છે ત્યારે ડીસ્ટ્રીક્ટ કૂલિંગ સિસ્ટમ તેમાં અત્યંત આશીર્વાદરૂપ સાબિત થઇ શકશે. મને એમ લાગે છે કે, રાજકોટની આ નવી પહેલ પરથી દેશના અન્ય શહેરો પણ પ્રેરણા લઇ સ્વચ્છ ઉર્જાની દિશામાં આગળ ધપશે. રાજકોટના આ મહત્વપૂર્ણ આયોજનમાં રાજ્ય સરકાર ઉપરાંત પી.જી.વી.સી.એલ. તેમજ જીઈડીએનો પણ સહકાર પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.