Abtak Media Google News

રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગોંડલ, મોરબી શહેરોમાં જલારામ જયંતીની ઉજવણી: ઠેર-ઠેર મહાઆરતી, મહાપ્રસાદ, ભજન સંધ્યા, રકતદાન કેમ્પ, સ્પર્ધાઓના આયોજનો: વિરપુર જલારામ મંદિર સહિત સમસ્ત ગામ રોશની, દિવડા, રંગોળીથી ઝગમગ્યું

નાત-જાતના ભેદભાવ વગર સૌને અન્નનો ટૂકડો ખવડાવી પરોપકારી જીવન જીવી ગયેલા વીરપુરના સંત શિરોમણી એવા જલારામ બાપાની આજે કારતક સુદ સાતમને બુધવારે ૨૧૯મી જન્મજયંતિ છે. જલારામ જયંતી સૌરાષ્ટ્રભરમાં ધામધુમથી ઉજવાશે. રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ, મંડળો દ્વારા ઠેર-ઠેર મહાઆરતી, ભજન સંધ્યા, મહાપ્રસાદ, રકતદાન કેમ્પ, વિવિધ હરિફાઈઓના આયોજનો કરાયા છે.

6 12દિવાળી પછી આવતી જલારામ જયંતીની લોહાણા સમાજમાં ફરી એકવાર દિવાળી જેવો માહોલ જામે છે. સૌરાષ્ટ્રના વિરપુર સહિત તમામ જલારામ મંદિરોમાં રોશ્નીના ઝળહળાં, સુશોભન અને બાપાને અવનવા શણગાર કરાયા છે.તેમજ ઘણી જગ્યાએ અન્નકૂટનો થાળ ધરવામાં આવશે.

જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાંજે ૫:૦૦ કલાકે જલારામ શોભાયાત્રાનો ચૌધરી હાઈસ્કુલના પટાંગણથી પ્રારંભ થશે. જેમાં સંતગણ સર્વે ત્યાગ વલ્લભસ્વામી, પૂ.સ્વામી પરમાત્માનંદજી મહારાજ, પૂ.નારાયણસ્વામી, પૂ.પૂર્વપ્રકાશસ્વામી તથા અનમોલદાસજી મહારાજ, કૈલાસદાસજી મહારાજ, રામસ્વ‚પદાસજી મહારાજ વગેરે ઉપસ્થિત રહેશે. સ્વાગત જલારામ જન્મોત્સવ સમિતિના અગ્રણીઓ દ્વારા કરવામાં આવશે.2 45 જલારામ ભકતો બાપાની ઝાંખી, મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા સાથે જલારામબાપાની ભજનો જલારામ બાપાના પરચા વિશે સર્વભાવિકોને તરબોળ કરશે. ૧૦૦૮ દિવડાની મહાઆરતી રાત્રે ૮:૦૦ કલાકે પંચનાથ મંદિર પાસે અતુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવશે.

સાથે મહારકતદાન શિબિર સિવિલ હોસ્પિટલના લાભાર્થે પંચનાથ મહાદેવ મંદિર પાસે યોજવામાં આવેલ છે. રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન ખીચડી, કઢી, બુંદી, ગાંઠીયા, શાકનો પ્રસાદ પંચનાથ મહાદેવ મંદિરે યોજાશે. જેમાં તમામ જલારામ ભકતોએ મહાપ્રસાદ લેવા આમંત્રણ છે. જલારામ સંગીત સંઘ્યા, જલારામ ઝુંપડી દર્શન, રંગોળી દર્શનનો લ્હાવો લેવા ભાવભર્યું આમંત્રણ છે.3 27રાજકોટનાં જલારામ પ્રાર્થના મંદિરનાં સેવક દિપકભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જલારામ જયંતિ નિમિતે બહોળી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી ચરણસ્પર્શનો લ્હાવો લીધો હતો. જલારામ બાપા બધાની મનોકામના પૂર્ણ કરે છે. ખાસ તો જલારામ જયંતિ નિમિતે અન્નકોટ દર્શન યોજવામાં આવ્યા છે.5 14લોકો જલારામ બાપાની જયંતિ ભાવભેર ઉજવે છે અને બાપા બધાની મનોકામના પૂર્ણ કરે છે. ઘણા લોકો માનતા રાખે છે. દર્શનાર્થી સ્વીટી મોરજરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેઓ જલારામ બાપામાં મોટા ભકત છે. જલારામ બાપા તેમના સાચા ભકતોની મનોકામના પૂર્ણ કરે છે. ૨૧૯મી જન્મજયંતિ નિમિતે લોકો બહોળા પ્રમાણમાં મંદિર આવ્યા હતા.

વિરપુરમાં ભક્તોનું ઘોડાપુર

વિરપુરમાં આજે જલાબાપાની ૨૧૯મી જન્મજયંતીને ઉજવવા દર વર્ષની જેમ જલારામ મંદિર સહિત સમસ્ત વિરપુર ગામને શણગાર કરવામાં આવ્યો છે. ઘેર-ઘેર દિવડા, રંગોળી કરવામાં આવી છે. વિરપુરના જલારામ મંદિરે આજે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશના તમામ જલારામ ભક્તો ઉમટયા છે.4 21આજે લોકો વીરપુરના મંદિરે મહાઆરતી, મહાપ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવશે. રાજકોટ સહિત જામનગર, જૂનાગઢ, ગોંડલ, પોરબંદર વગેરે શહેરોમાં જલારામ ભક્તિનો માહોલ સર્જાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.