‘સ્ટાર ઓફ ગુજરાત’ રીયાલીટી શોમાં જજની ભૂમિકામાં રાજકોટના સુપર ડાન્સર કેયુર વાઘેલા

107

નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે ૬૭થી વધુ એવોડસ પ્રાપ્ત: વર્લ્ડ ડાન્સ કપ-૨૦૧૮માં ઈન્ડિયા કવોલીફાયર: નવી ડાન્સ સ્ટાઈલ ‘લીરીકોપ્ટ’ કરી છે ક્રિએટ: યુ-ટયુબ ચેનલ પર ૧૦૦૦થી વધુ સબસ્ક્રાઈબર્સ: મુલાકાતે આવેલા કેયુર વાઘેલાને ‘અબતક’ પરીવારે પાઠવી શુભેચ્છા

રાજકોટમાં રહેતા કેયુર વાઘેલા ડાન્સ ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિઓ ધરાવે છે. તેઓએ નેશનલ-ઈન્ટરનેશનલ ક્ષેત્રે પરફોર્મ કરી ૬૭થી વધુ એવોર્ડસ મેળવ્યા છે. અત્યારે કેયુર વાઘેલાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી ડાન્સ ક્ષેત્રે સમગ્ર ભારતમાં પોતાનું નામ રોશન કરેલ છે. કેયુર વાઘેલાએ ગુજરાત લેવલની ઘણી સ્પર્ધાઓ જીતી ત્યારબાદ ઈન્ટરનેશનલ જજીસની ડાન્સ કોમ્પીટીશનમાં ભારત ટોપ-૨૦ સ્પર્ધકોમાં સીલેકટ થયેલ. આ કેયુર વાઘેલા ખુબ જ વિખ્યાત રીયાલીટી શો-ડાન્સ પ્લસ-૩માં ટોપ-૫૦માં ઝળકયા, ત્યારબાદ સમગ્ર ભારતની સૌથી વિખ્યાત લીરીકલ ડાન્સ બેટલ ફીલ સીઝન-૨માં ટોપ-૪માં પોતાનું સ્થાન ગ્રહણ કરેલ છે. કલર્સ ગુજરાતી ચેનલમાં યોજાયેલ ગુજરાતી લોકોનો સૌપ્રથમ ડાન્સ રીયાલીટી શો ‘નાચ મારી સાથે’માં પણ ટોપ-૧૮ સુધી પહોંચેલ છે અને ડાન્સ વર્લ્ડ કપ ૨૦૧૮માં પણ ઈન્ડિયન કવાલીફાયર્સમાં બેંગ્લોર ખાતે વિનર રહેલ છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલ કેયુર વાઘેલાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમને નાનપણથી ઈન્ડિયન ડાન્સર્સ પાસેથી પ્રેરણા મળી છે. તેમજ યુ-ટયુબ વિડીયોમાંથી ડાન્સ શીખ્યો છે. તેઓ લેરીકલ, હીપહોપ, ટટીંગ, પોપીંગ વગેરે સ્ટાઈલમાં ડાન્સરમાં માસ્ટર છે. આ ઉપરાંત તેઓએ નવી ડાન્સ સ્ટાઈલ લીરીટોપ્ટ ક્રિએટ કરી છે. આગામી સમયમાં તેઓ જીટીપીએલ મ્યુઝીક ચેનલ પર ‘સ્ટાર ઓફ ગુજરાત’ રીયાલીટી શોમાં ગીતા કપુર સાથે જજ તરીકે જોવા મળશે. તેમજ સોની સુપર ડાન્સર ચેપ્ટર-૩માં કોરીયોગ્રાફરની ભૂમિકા ભજવશે. તેઓએ નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે પરફોર્મ કરી ૬૭ થી વધુ એવોર્ડસ પ્રાપ્ત કર્યા છે. અબતક પરીવારે કેયુર વાઘેલાને ઝળહળતી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે. કેયુર વાઘેલાને યુ-ટયુબ ચેનલ પર ૧૦૦૦થી વધુ સબસ્ક્રાઈબર્સ છે.

Loading...