Abtak Media Google News

બાલભવન ખાતે ટ્રેનિંગ લઈ રહેલા બાળકોની અભૂતપૂર્વ સિધ્ધિ: આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવાની તમન્ના

રમત-ગમત ક્ષેત્રે રાજકોટ આગવું સન ધરાવે છે. જેમાં રાજકોટના “સબ જુનીયર કેટેગરીના બાળકોએ પાવર લીફટીંગમાં સ્ટેટ લેવલ પર ૯ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.Vlcsnap 2018 04 18 09H25M08S216

‘અબતક’ સાથે ની વાતચીતમાં અસફાક ગુમરાએ જણાવ્યું કે રાજકોટ જિલ્લા વેઈટ લીફટીંગ એશોસિયેશન કોચ તરીકે તેઓ સેવા આપી રહ્યાં છે. હાલ બાલભવન ખાતે રેસલીંગ અને જુડોની તાલીમ આપી રહ્યાં છે. વધુમાં તેઓએ કહ્યું કે કોઈ બાળક આગળ વધવા ઈચ્છતો હોય ત્યારે આગળ વધારે રમી શકે તેના માટે ફીટનેશ વધારે જરૂરી છે. તેઓને ક્રોસ ફીટનેશ, પ્રેકટીશ કરાવવામાં આવે છે કે જેના કારણે તેઓ સારૂ રમી શકે અને જુડો, રેસલીંગ, પાવર લીફટીંગમાં સારૂ પરફોમન્સ આપી શકે. નેશનલ કક્ષાની તેઓને તાલીમ અપાઈ છે. તેના માટે ૫ થી ૬ વર્ષનો સમય લાગે છે.Vlcsnap 2018 04 18 09H23M17S128

રાજકોટ જિલ્લામાં ઘણાબધા તેજસ્વી બાળકો છે કે જેઓ આંતરાષ્ટ્રીય કક્ષા માટે પણ યોગ્યતા ધરાવે છે. થોડી પ્રેકટીસ બાદ તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પણ જઈ શકશે. ચન્નાણી જય કે જે પાવર લીફટીંગમાં સ્ટેટ લેવલનાં પ્લેયર છે. તેઓએ જણાવ્યું કે, તેઓ ૧૦૦ કિ.મી. વેઈટ કેટેગરીમાં રમ્યા છે. અત્યાર સુધી ખેલ મહાકુંભમાં છેલ્લા ત્રણ વર્ષથી મેડલ મેળવી રહ્યાં છે.

ભાવિકા ગોસ્વામી કે જે પાવર લીફટીંગ અને રેસ્લીંગ પ્લેયર છે તેઓએ જણાવ્યું કે તેઓ ત્રણ વર્ષથી પાવર લીફટીંગ અને રેસલીંગ સાથે જોડાયેલા છે તેઓ ૮૪ વેઈટ કેટેગરીના પ્લેયર છે અત્યારે તેઓ નેશનલ માટેની તૈયારી કરે છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.