Abtak Media Google News

રાજયમાં અતિવૃષ્ટિથી એસ.ટી.નિગમની આવકમાં રૂ.૩.૫ કરોડનો ખાડો

રાજકોટ એસ.ટી.ડિવિઝનની ગાડી છેલ્લા ઘણા સમયથી ટોપ ગીયરમાં દોડી રહી છે. પરંતુ છેલ્લા માસ દરમિયાન રાજયભરમાં વધુ વરસાદ પડતા એસ.ટી.ના અનેક ‚ટો રદ કરવામાં આવ્યા હતા. જેના પગલે રાજકોટ એસ.ટી.ડિવિઝનને દોઢ કરોડ જેટલી નુકસાની વેઠવી પડી છે. જેને કારણે રાજકોટ એસ.ટી.ડિવિઝનની આવક પણ ઘટી છે. સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિથી એસ.ટી.નિગમની આવકમાં ‚ા.૩.૫ કરોડનો ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં તેમજ ખાસ સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે સંપૂર્ણ માનવજીવન ખોરવાઈ ગયું હતું ત્યારે રાજયની જીવાદોરી એવી એસ.ટી. બસના પૈડા પણ થંભી ગયા હતા. દક્ષિણ ગુજરાત-કચ્છમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. મુશળધાર વરસાદને પગલે રાજયના તેમજ સૌરાષ્ટ્રભરના સંખ્યાબંધ ગામોમાં ૧૫ ફુટથી વધુ પાણી ભરાયા હતા. પાણી ભરાતા રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા અનેક ‚ટ રદ કરવા પડયા હતા. આ ઉપરાંત છેલ્લે અઠવાડીયે ભારે વરસાદના પગલે શુક્ર અને શનિ એમ બે દિવસની જીલ્લા કલેકટર દ્વારા શાળા-કોલેજો બંધ રાખવાનું જાહેર કરાયું હતું. જેના પગલે રાજકોટ એસ.ટી.ડિવિઝને ૧૫૦ બસો રદ કરી હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અનેક હાઈવે બેસી ગયા હતા. જેથી એસ.ટી.ના પૈડા થંભી ગયા હતા અને બીજીતરફ ઘણી જગ્યાએ બસો ચાલુ હતી. પરંતુ વરસાદથી લગભગ ૨ લાખ જેટલા મુસાફરો પણ ઘટયા હતા. જેથી રાજકોટ એસ.ટી.ડિવિઝનને અંદાજીત દોઢ કરોડ જેટલી નુકસાની જવા પામી છે.

ગુજરાત રાજય અને માર્ગ વાહન વ્યવહાર નિગમને આશરે ૩.૫ કરોડ કરતા વધુ ‚પિયાની આવકનું નુકસાન થયું છે. પુરગ્રસ્ત સ્થિતિના કારણે બસ સેવા ગામડાઓ સુધી પહોંચી શકી નથી. આશરે દશેક દિવસ સુધી બસ સેવા બંધ રહેવાના કારણે નિગમને અપ્રત્યક્ષ કહી શકાય એવું લગભગ ૩.૫ કરોડ ‚પિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત આઠ જેટલી બસ પાણી ભરાવાના કારણે સંપુર્ણ બંધ થઈ ગઈ હતી. આ બસોના સમારકામ પાછળ આશરે ૨૮ લાખ ‚પિયા જેટલો ખર્ચ થયો હતો. વરસાદને કારણે ઘણા બસ ડેપોને પણ નુકસાન પહોંચ્યું હતું. કુલ મળીને પ્રત્યક્ષ કહી શકાય તેમ ‚ા.૩.૫ કરોડની નુકસાની થઈ છે. પરંતુ ભવિષ્યના દિવસોમાં તહેવારો આવતા હોય. એસ.ટી. ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવીને નુકસાન ભરપાઈ કરે તેવી આશા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.