Abtak Media Google News

ડ્રાઈવરોની ૧૪૦ અને કંડકટરની ૧૦૦ જેટલી જગ્યા માટે ભરતી કરાશે

રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર અને કંડકટરની ૨૪૦ જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. જેમાં ૧૪૦ ડ્રાઈવરો અને ૧૦૦ જેટલા કંડકટરોની જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું રાજકોટ એસ.ટી. ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં દરરોજ અંદાજિત ૧૨૦૦થી વધુ બસો દોડે છે . ત્યારે હાલ ડ્રાઈવર-કંડકટરની અછત પણ વર્તાય રહી છે. દિવસે ને દિવસે લોકોની નવા ‚ટોની માંગ પણ વધતી જાય છે પરંતુ હાલની બસોના જે ‚ટ ચાલુ છે. તેમાં પણ ડ્રાઈવર-કંડકટરની અછત પુરાઈ શકી નથી. હાલમાં ભરતી પ્રક્રિયા ચાલુ છે. લગભગ ૨૪૦ જેટલા ડ્રાઈવર-કંડકટરની રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં જ‚રિયાત વર્તાય રહી છે.

એસ.ટી.નિગમ દ્વારા રાજકોટને સમયાંતરે નવી બસો પણ મળી રહી છે અને નવા ‚ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે પરંતુ આ બધી બસોને ચલાવવા પુરતા ડ્રાઈવર કંડકટર ઉપલબ્ધ નથી. નવી બસો આધુનિક સુવિધાથી સજ્જ છે પરંતુ ડ્રાઈવર-કંડકટરની અછત હોવાને લીધે બસોના ઢગલાબંધ ‚ટ પણ કેન્સલ કરવા પડે છે અને નવા ‚ટ શ‚ કરી શકતા નથી.

દિનપ્રતિદિન નવા ‚ટો શ‚ કરવાની લોકોની અપેક્ષા અને માંગણી વધી રહી છે. પરંતુ રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં હાલ ડ્રાઈવર અને કંડકટરોની ખોટ વર્તાય રહી છે. ત્યારે તંત્ર દ્વારા ડ્રાઈવર-કંડકટરની ભરતી પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે તે ખુબ જ‚રી બન્યું છે.

છેલ્લે રાજકોટ એસ.ટી.ડિવીઝનમાં એપ્રીન્ટસની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં અંદાજીત ૨૫૦ જેટલા ઉમેદવારોએ રાજકોટ એસ.ટી.વર્કશોપ ખાતે ઈન્ટરવ્યુ આપ્યા હતા. જેમાં રાજકોટ એસ.ટી.નિગમ દ્વારા ૯૦ જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી અને રાજકોટ એસ.ટી.નિગમમાં જગ્યાઓમાં પર એપ્રીટન્સની ભરતી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.