Abtak Media Google News

રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલ નૈસંગીક કુદરતી વાતાવરણથી ભરપુર એવા મોટલ ધ વિલેજ હોલી ડે રિસોર્ટ  ખાતે સ્થાપક  કાકુભાઇ પોપટની ૭મી પુણ્ય તિથિ નીમીતે શ્રઘ્ધાંજલી અર્પવા એમટીવી પરિવાર દ્વારા મહારકતદાન કેમ્પું આયોજન કરાયું હતું. હોટલમાં એક આખુ ભારતને ધબકતુ રાખનાર સ્ટાફ પરિવાર મિત્રો સ્વજનોએ એમના ગુરુ પથદર્શક પ્રેરણા સ્વરુપ શેઠ પૂ. કાકુભાઇ નો શ્રઘ્ધાંજલી અર્પવા મહારકતદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક સહયોગ આપીને સમાજ ઉપયોગી કાર્યમાં સાથ સહકાર આપ્યો હતો. અને અનેરા ઉત્સાહ સાથે બ્લડ ડોનેટ કરી પ૧ બોટલ બ્લડ એકત્ર કરાયું હતું.

આ મહારકતદાન શિબિરની સફળતા માટે રાજકોટ વોલન્ટરીબ્લડ બેંક ના ભટ્ટભાઇ અને તેમની મેડીકલ તથા સહયોગી ટીમ મેમ્બર તથા આરવીબીબી પરિવારનું એમટીવી પરિવાર ત્રણ સ્વીકાર કરી આભાર પ્રગટ કરે છે.

શિબીરના આયોજનની સફળતા માટે હિતેશભાઇ પોપટ, બાબુભાઇ તરંગ જોષીપુરા તથા સમગ્ર એમટીવી ટીમે નો સહયોગ મળ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.