Abtak Media Google News

ધ ઇન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડીયા દ્વારા તા. ર૯ અને ૩૦મી ડીસેમ્બરના રોજ દુબઇમાં એક વિદેશી કેન્દ્ર સહિત દેશભરમાં ૧૨૮ કેન્દ્ર  પર કંપની સેક્રેટરી ફાઉન્ડેશન પ્રોગ્રામ પરીક્ષા લેવામાં આવી હતી. જેનું આજે ર૧મી તારીખે પરિણામ જાહેર થયું હતું.

ડિસેમ્બર ૨૦૧૮ ના સત્રમાં ૬૨.૧૧ ટકા ઉમેદવારીએ ફાઉન્ડેશન પ્રોગ્રામની પરીક્ષા પાસ કરી હતી. જેમાં પૂર્ણેના કલ્યાણી અશ્વિન પુંડલીકે ભારતભરમાં પ્રજમ રેન્ક મેળવ્યો છે. આ પરીક્ષામાં રાજકોટ સીએસ ચેપ્ટરની રાજવી શાહે ઓલ ઇન્ડિયામાં ૧૫મો રેન્ક મેળવી ગૌરવ અપાવ્યું છે. જયારે સાક્ષી વાગડીયા ભારતભરમાંથી ૧૯માં ક્રમે કિંજલ જાગતિયા ૨૦માં, ઘ્વનિ કોટક ર૧મા અને જતિન અડવાણી દેશભરમાંથી રરમો રેન્ક મેળવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.