Abtak Media Google News

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના રાજકોટ, અમદાવાદ, વડોદરા, અને સુરત ઝોનના હોદ્દેદારોએ ઝોન વાઇસ રૂ.૧૨.૭૫ લાખના કુલ ચાર ચેક જિલ્લા કલેકટરને અર્પણ કરી સહયોગ આપ્યો

કોરોના વાઇરસને પગલે રાજકોટ જયારે સંપૂર્ણ લોકડાઉન થયું છે તયારે શ્રમજીવીઓ અને રોજનું કમાઇને ખાતા ગરીબ પરિવારોની મદદે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ આવ્યું છે. સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ અજયભાઇ પટેલ, મહામંડળનાં પ્રમુખ ભરતભાઇ ગાજીપરા ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ જીનીયસ સ્કૂલના ડી.વી. મહેતા તેમજ મંડળનાં મહામંત્રી અવધેષભાઇ કાનગડનનાં વિશેષ પ્રયાસોથી આજથી જ એક હજારથી વધુ ગરીબ લોકોને તેમના ઘરે જઇને બે ટંકનું ભોજન કરવવામાં આવશે. આ ભોજન દદરોજ બે ટાઇમ જીનીયસ સ્કૂલ સ્થિત આવેલ રસોડામાં તૈયાર કરાવીને વાવડી, ઘંટેશ્ર્વર, ર્સીનજી હોસ્પિટલની પાછળ આવેલ શ્રમજીવી વસાહતો તેમજ રાજકોટનાં નાગરીકો માટે ખડેપગે ફરજ બજાવી રહેલા કર્મચારીઓ તેમજ સહયોગ આપવા મંડળના તમામ હોદ્દેદારો, ઝોન ઉપપ્રમુખઓ, કારોબારીસભ્યો તેમજ સદસ્યોએ તન, મન, અને ધનથી સેવા આપવા ઉત્સુકતા દાખવી છે.

અત્રે વિશ્ર્વભર કોરોના વાયરસના મહામારીથી ગંભીર પરિસ્થિતિમાં સપડાયા છે. ત્યારે તા.૨૫-૩નાં રોજ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીએ સમાજની અગ્રગણ્ય સંસ્થાઓ તેમજ નાગરીકોને ઊદાર હાથે મુખ્યમંત્રી રાહત નિધિમાં ફંડ માટે આહવાન આપ્યુ ત્યારે બે દિવસમાં જ સમગ્ર ગુજરાતનાં ખાનગી શાળા સંચાલકોએ એકાવન લાખ રૂા.એકઠા કરીને મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે. ગુજરાત રાજયનાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મુખ્યત્વે રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા તેમ ચાર ઝોન છે અને ચારેય ઝોનનાં હોદ્દેદારો ઝોન દીઠ રૂા.૧૨,૭૫,૦૦૦ એકઠા કરીને ટૂંક સમયમાં જ કુલ ૫૧,૦૦,૦૦૦ મુખ્યમંત્રી રાહતનીધિમાં જમા કરાવાશે. તેઉ આ તકે સંસ્થાના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યુ હતુ આ તકે ફંડ એકત્ર કરવાનાં સફળ પ્રયાસ માટે રાજકોટ ઝોન ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, અજયભાઇ પટેલ, ડી.વી. મહેતા અમદાવાદ ઝોન ઉપપ્રમુખ અર્ચિતભાઇ ભટ્ટ તથા રાજાભાઇ પાઠક સુરત ઝોનનાં ઉપપ્રમુખ સવજીભાઇ પટેલ તથા મહામંડળના મહામંત્રી રાજેષ નાકરાણી તેમજ પ્રવકતા ડો. દિપક રાજ્યગુરુ ભાવનગરનાં મનહરભાઇ તેમજ વડોદરાનાં ઝોન ઉપપ્રમુખ તેમજ મંડળનાં તમામ સદસ્યો અને જીલ્લા પ્રમુખઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

દરરોજ ૫૦૦ વ્યકિતના ટીફીનની વ્યવસ્થા: ડી.વી. મહેતા

Vlcsnap 2020 03 27 14H21M26S42

ડી.વી. મહેતા એ અબતક સાથે વાતમાં સમગ્ર દેશમાં લોકડાઉનીય સ્થિીતી છે. ત્યારે રોજરોજનું કમાતા હોય તથા સરકારી કર્મચારી ઓય તેમ મને સમય સર ભોજન મળવાની ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે સેલ્ફફાઇનાન્સ સ્કૂલ એશોશિએશન રાજકોટ દ્વારા એક સ્તુભય પગલુ ભરવામાં આવ્યું છે. દરરોજ ૫૦૦ વ્યકિતઓના ટીફીનની વ્યવસ્થા તેમના ઘરે જઇ અથવા તેમના કાર્યના સ્ળથે જઇ પહોંચાડવામાં આવશે. તેના માટે સેલ્ફાઇન્સ સુચના પ્રમુખ અજયભાઇ પટેલ તથા ભરતભાઇ ગાજીપરા સહિતના ટીમ દ્વારા એક વ્યકિત તરફથી આનુ અનુદાન આપવામાં આવ્યું છે. જે અંદાજે ૩૦થી ૩૫ હજારનો ખર્ચ છે. બપોરે તથા સાંજે ૫૦૦ લોકોને સ્થળ પર ટીફીન આપવામાં આવે છે.

અન્ય તાલુકા-જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલકો સેવામાં જોડાય:ભરત ગાજીપરા

Vlcsnap 2020 03 27 14H21M20S239

ભરતભાઈ ગાજીપરા ગુજરાત પ્રમુખ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સ્વનીર્ભય શાળા સંચાલક મંડળજે દરેક જીલ્લામાં છે તે બધા આવી રીતે સેવાકાર્યમાં લાગી જાય કારણ કે સમગ્ર રાજયમાં લોકડાઉન છે.

ત્યારે તંત્ર જે કામે લાગ્યું છે. તેને મદદરૂપ થવાની ભાવના સાથે સર્વે સંચાલક મિત્રોને અપીલ કરૂ છં કે સમગ્ર જીલ્લાઓમાં અને તાલુકાઓમાં આવી વ્યવસ્થાઓ શરૂ થાય.

શ્રમિકો પરપ્રાંતીય મજૂરોને ખાસ ટીફીન અપાશે: અજય પટેલ

Vlcsnap 2020 03 27 14H21M31S97

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે સ્વનિભર શાળા સંચાલક મંડળ દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ શ્રમિકો તથા પરપ્રાંતીય મજૂરો માટે ટીફીન વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. અને બંને ટાઈમ ૫૦૦-૫૦૦ વ્યકિતઓને જે ગરીબ લોકોછે જેને રોજે રાજેનું કમાઈને ખાતા હતા તેવા લોકોને ખૂબજતકલીફ પડી રહી છે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલીત દ્વારા ઉતમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.