Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત મિલકત વેરા આકારણીના સ્થાને કાર્પેટ એરિયા અનુસાર વેરા આકારણી અમલમાં મુકવામાં આવેલી છે ત્યારે નાગરિકોની સરળતા ખાતર તમામ વોર્ડ ઓફિસે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવેલ છે.

આ અંગે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, નાગરિકો જુની વેરા આકારણી પદ્ધતિ મુજબના અગાઉના વેરા બિલ અને નવી વેરા આકારણી મુજબના વેરા બિલ સાથે પોતપોતાના વોર્ડની વોર્ડ ઓફિસે જઈ વિસ્તૃત માહિતી મેળવી શકે છે. લોકોને સરળતાથી માહિતી મળી રહ એ તે માટે દરેક વોર્ડ ઓફિસને એક વિશેષ કોમ્પ્યૂટર અને વધારાના એક એક ક્લાર્કની ફાળવણી કરી દેવામાં આવી છે. આવશ્યકતા જણાશે તો હજુ પણ વધારાના કોમ્પ્યુટર અને સ્ટાફની ફાળવણી કરવામાં આવશે. કાર્પેટ એરિયા મુજબની આકારણી થવા બાબતે લોકોની કોઇપણ મૂંઝવણ તુર્ત જ દુર કરવામાં આવી રહી છે. લોકો બિનજરૂરી ચિંતા ના કરે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા ખાતર દરેક વોર્ડ ઓફિસે કાર્પેટ એરિયા આધારિત વેરા આકારણી વિશે માહિતી આપતા બોર્ડ પણ પ્રદર્શિત કરવામાં આવેલા છે. વોર્ડ ઓફિસમાં મુલાકાતીઓની સગવડતા માટે એપ્રેન્ટીસ પણ મુકવામાં આવશે.કાર્પેટ એરિયા મુજબ જે મકાનોની આકારણી કરવાની બાકી હોય તેના માટે વોર્ડ દીઠ પાંચ પાંચ માણસોની પણ વિશે ફાળવણી કરી દેવામાં આવી છે.

કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ નાગરિકોને એવી અપીલ કરી છે કે, કાર્પેટ એરિયા મુજબ નવું વેરા બિલ મળ્યા બાદ કોઈ બાબતે કરદાતાને કોઈ બાબતે પૃચ્છા કરવી જણાતી હોય તો તુર્ત જ કરદાતાએ પોતાના આ નવા અને જુના વેરા બિલ સાથે રાખી વોર્ડ ઓફિસે મુલાકાત લેવી. જે કિસ્સામાં નવી આકારણી કરવાની બાકી હોય કે, થઇ ગયેલી આકારણી બાબતે કોઈ વિવાદ હોય તો વોર્ડ ઓફિસની મુલાકાત દરમ્યાન કરદાતાએ પોતાના ઘરના દરેક સભ્યોના મોબાઈલ નંબર સાથે રાખવા, જેથી કરીને આકારણી કરનાર માણસો કરદાતાનો સરળતાથી સંપર્ક કરી શકે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.