Abtak Media Google News

દારૂ બિયરનો જથ્થો ખાતરના ભુસા ભરેલી બોરીઓની આડસમાં છુપાવ્યો’તો: ત્રણની ધરપકડ

આર.આર.સેલ રાજકોટ રેન્જ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી નેશનલ હાઇવે ઉપરથી ટ્રકમાં ખાતરની બોરીની આડસમાં છુપાવેલ ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૬૭૯  કિ.રૂ.૨૭,૭૧,૭૦૦/-, બીટર ટીન નંગ-૨૪૭૨ કિ.રૂ. ૨,૪૭,૨૦૦/-તથા ટ્રક, રોકડા, મોબાઇલ ફોન મળી કુલ રૂ.૪૫,૨૫,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

રાજકોટ આરઆરસેલને બાતમી મળેલ કે, હાઇવે ઉપરથી એક ટ્રક મોટી માત્રામાં ઇંગ્લીશ દારુ ભરી નિકળનાર છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોંચી પેટ્રોલીંગ કરતા હયુનડાઇ કું. ના સોરૂમ સામે એક શંકાસ્પદ ટ્રક નં. મળી આવતા જેને ચેક કરતા સદર ટ્રકમાં ખાતરના ભુસા ભરેલી બોરીઓની આડસમાં  રાખેલ અલગ-અલગ બ્રાંડની ઇગ્લીશ દારૂની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૭૬૭૯ કિ.રૂ.૨૭,૭૧,૭૦૦/-, બીટર ટીન નંગ-૨૪૭૨ કિ.રૂ.૨,૪૭,૨૦૦/-તથા ટ્રક- રોકડા મોબાઇલફોન મળી કુલ રૂ.૪૫,૨૫,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ હાજર મળી આવેલ ડ્રાઇવર, હરજીતસિધ કરમસિધ બલ (શીખ) રે.અમરીતસર પંજાબ કલીનર,  જીતેન્દર સતવીરસિધ ડાબર (જોગી) રે.ભીવાની હરીયાણા,  દેવેન્દ્રસિધ આત્માસિધ ધામી(શીખ) રે.ધોલપુર રાજસ્થાન વાળાને ધોરણસર અટક કરેલ તેમજ  ઇંગ્લીશ દારુનો જથ્થો ભરી મોકલનાર પ્રદીપ ઉર્ફે કાળુ જાટ રે.ભીવાની હરીયાણા તથા સદર માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ લીંબડી  પો.સ્ટે. ગુનો રજી. કરાવી આગળની તપાસ આર.આર.સેલ રાજકોટ ચલાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.