Abtak Media Google News

રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ તેમજ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી સાયકલોફનની પાંચમી સિઝનનું આયોજન

સ્વાસ્થ્ય અને પર્યાવરણ ફ્રેન્ડલી સાયકલ સામાન્ય માણસના જીવનનો મહત્વનો હિસ્સો છે. જે ખુબ જ સામાન્ય મેઇનટેનેન્સની સાથેનું પરિવહનનું માધ્યમ છે. રાજકોટવાસીઓ પણ સાયકલ તરફ પ્રેરીત થાય તેવા હેતુથી સાયકલોફનની ૫મી સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ તેમજ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી વયુઅલ સાયકલોફન ૨૦૨૧ રજૂ કરે છે. રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉન (આરસીઆરએમ) દ્વારા આ એક વર્ચ્યુઅલ ઇવેન્ટ ૭ માર્ચે યોજાશે જયાં સ્પર્ધકોને સ્વાથ્યની સાથે જરૂરીયાતમંદ દર્દીઓની સેવા કરવાનો પણ લાભ મળશે.

આ સાયકલોફનની વિશેષતા એ છે કે પ્રતિ કિલોમીટર માટે જે સ્પર્ધકો સાયકલ ચલાવશે તેમને રોટરી ૩૦૬૦ અને ઇવેન્ટના મુખ્ય આયોજક એવા બાનલેબ તરફથી પ્રતિ કિલોમીટર દીઠ ૧રૂની દવા આપવામાં આવશે તેમજ એલીગન્ટ વેલ્થ મેનેજમેન્ટ દ્વારા પણ આ ઇવેન્ટમાં કો સ્પોન્સર દ્વારા યોગદાન આપવામાં આવેલું છે. અર્થાત જો સ્પર્ધકો ૧ લાખ કી.મી. સાયકલ ચલાવશે તો તેના વળતર સ્વરૂપે રૂ.૧ લાખની દવા રોટરી કલબને આપવામાં આવશે અને બદલામાં રોટરી કલબ દ્વારા આ દાનની રકમમાંથી જરૂરીયાતમંદ વર્ગના લોકોને દવાઓ સહિતની પાયાની સવલતો પ્રદાન કરવામાં આવશે.

સાયકલોફન ૨૦૨૧માં ભાગ લેવા માટે આ માર્ગદશિકાનું પાલન કરવું અનિવાર્ય છે. તારીખ ૦૭-૩ના રોજ તમે તમારી અનુકૂળતા અનુસાર ઘરના પટાંગણમાં કે તમામ ઘરની આસપાસના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને અનુસરીને સાઇકલ ચલાવવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ સ્પર્ધકોએ એપીકેશનના માધ્યમથી પોતાની સાઇકલ ચલાવવાની એકટીવીને રેકોર્ડ કરીને મોકલવાની રહેશે. ભાગ લેનારાઓને સ્પર્ધકોને એક ઇમેઇલની લિંક પ્રાપ્ત થશે, જેમાં સ્પર્ધકોએ સવારી પૂર્ણ કર્યા પછી તેના સ્ક્રીનશોટ અપલોડ કરવાનો રહેશ. આ સ્ક્રીનશોટ અપલોડ કરવાની લિંક ૭/૩/૨૧થી ઓનલાઇન થશે. સ્પર્ધકો અહીં રાઇડનો માત્ર એક જ સ્ક્રીનશોટ અપલોડ કરવાનો રહેશે.  એકથી વધુ સ્ક્રીનશોપ માન્ય નથી. ઇ સર્ટિફિકેટ અને મેડલ મેળવવા માટે ડેટા સબમિશન આવશ્યક છે, મેડલ આપવું એ સ્પર્ધકો દ્વારા ચૂકવવામાં આવતી આવશ્યક ફીને આધિન છે. જયારે તમે ડેટા અપલોડ કરો ત્યારે પુષ્ટિ ઇમેઇલ મોકલવામાં આવશે નહી બાદમાં ઇ-સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની લિંક સાથે ઇમેઇલ શેર કરવામાં આવશે. આ પ્રોજેકટ માટે રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના પ્રમુખ દિનેશ જીવરાજાની, સેકેટરી તપન ચંદારાણા તેમજ રાજકોટ સાયકલોફનના ઇવેન્ટ ચેરનીતા મોટલા તેમજ રાજકોટ સાયકલિંગ કલબના લીડર પ્રતિક સોનેજી અને ભાવિન ડેડકિયા જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.