Abtak Media Google News

ઇન્ડિયા સાઈકલ ફોર ચેન્જ ચેલેન્જ અંતર્ગત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મીટિંગ યોજી

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અનેનાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા  ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ  ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ – કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, પૈદલ કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનરે ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જેનો મનપાના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો, ઉપરાંત શહેરની અન્ય સંસ્થાઓ પણ પોતાના કર્મચારીઓમાં સાયકલ ચલાવવા અંગે જાગૃતતા આવે સાથોસાથ સ્વાસ્થ્ય અને ટ્રાફિકને પણ ફાયદાકારક થાય તે માટે શહેરની વિવિધ સંસ્થાઓ સાથે મીટિંગ કરી હતી અને પોતાના કર્મચારીઓ પણ સપ્તાહમાં એક દિવસ સાયકલિંગ કરીને ઓફીસ આવ-જા કરે એવી અપીલ કરી હતી. આ મીટીંગમાં મ્યુનિ. કમિશનરશ ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનર સી. કે. નંદાણી તેમજ ફોર્ચ્યુન હોટલ, બીગ બજાર, લેન્ડમાર્ક ગ્રુપ, ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ મોલ, અમૃતા હોસ્પિટલ, આન ગ્રુપ ઓફ કંપની અને રાજકોટ નાગરિક સહકરી બેંકના પ્રતિનિધિ ઉપસ્થિતિ રહ્યા હતા.  મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના કર્મચારીઓ -અધિકારીઓને દર શુક્રવારે ઓફીસ આવ-જા કરવામાં માટે પોતાના ટુ વ્હીકલ ને બદલે સાયકલ લઈને ઓફીસ આવે તેવી અપીલ કરી હતી અને હું પોતે પણ ગયા શુક્રવારે સાયકલિંગ કરીને ઓફીસ આવ્યો હતો તેમજ મહાનગર પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ સાયકલિંગ કરીને ઓફીસ આવ્યા હતા.  શરૂઆત  મહાપાલિકાથી કરીને શહેરની અન્ય સંસ્થાઓ પણ સહભાગી બને તેમજ સપ્તાહના એક દિવસ પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલને બદલે સાયકલનો ઉપયોગ કરી ઓફીસ આવ-જા કતે તો સ્વાસ્થ્ય અને ટ્રાફિક બંનેમાં ખુબ ઉપયોગી નીવડશે, તેમ મ્યુનિ. કમિશનરશ ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.  મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સાયકલએ ટ્રાન્સપોર્ટેશન માટેના એક સારા વિકલ્પની ઉપલબ્ધિ છે, પર્યાવરણના સંરક્ષણ માટે તેમજ તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ જોઈએ ટી શરીરને તંદુરસ્ત રાખવું ખુબ જરૂરી છે, શહેરના તમામ લોકો સાયકલનો વધુ પડતો ઉપયોગ કરે જેના માટે સરકારશ્રી દ્વારા  સબસીડી પણ આપવામાં આવે છે.  સિટીમાં સાયકલનો ઉપયોગ કરવાથી પ્રદુષણ થતું અટકાવી શકાય છે. ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.

1144 1

સાંજે  મ્યુનિ. કમિશનર, ડીએમસી, અધિકારીઓ અને સાઈકલીસ્ટો બી.આર.ટી.એસ. સાયકલ ટ્રેકની રાઈડ કરશે

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા  ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ  ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. શહેરમાં સ્પેશિયલ સાયકલ ચલાવવા માટે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેકનો લોકો વધુને વધુ ઉપયોગ કરે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આજે સાંજે ૦૭:૦૦ વાગ્યે મ્યુનિ. કમિશનર નાયબ મ્યુનિ. કમિશનર, અન્ય અધિકારીઓ અને શહેરના પ્રખ્યાત સાયકલીસ્ટ દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ બી.આર.ટી.એસ. સાયકલ ટ્રેકની રાઈડ કરવાના છે. સાયકલિંગ કરવુંએ ટ્રાન્સ્પોર્ટેશન માટેનો એક સારો વિકલ્પ છે, ઉપરાંત પર્યાવરણના સંરક્ષણમાં ઉપયોગી થાય, તેમજ સાઇકલિંગ કરનારનું આરોગ્ય સારું રહે. નીરોગી અને શરીર તંદુરસ્ત રહે છે, લોકો પોતાના રોજીંદા વ્યવહાર અને કામકાજમાં સાયકલનો ઉપયોગ કરે, શહેરમાં સ્પેશિયલ સાયકલિંગ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રેક બનાવવામાં આવ્યા છે. લોકો વધુને વધુ સાયકલ ટ્રેકનો ઉપયોગ કરે, તેમ પણ મ્યુનિ. કમિશનર જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.