Abtak Media Google News

મકાન માલીકના પુત્ર અને પિતરાઇ તરૂણી પર દુષ્કર્મ આચરી ફરાર: બંનેની શોધખોળ

રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે.જેમાં તરુણી સાથે ધરાર મિત્રતા કરી બે શખ્સોએ તરુણી પર બળાત્કાર ગુજાર્યાનીઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મકાન માલીકના પુત્ર અને મકાન માલીકની બહેનના પુત્રે વારંવાર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ રાજકોટ મહીલા પોલીસમથકમાં નોધાઇ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રેસકોર્ષરીંગ રોડ મફતીયાપરામાં વાધાભાઇ ભરવાડના મકાનમાં રહેતી તરુણી પર મકાન માલીકના પુત્ર નિલેશભાઇ રણજીતભાઇ વિસોડીયા તથા મકાન માલીકના બહેનના પુત્ર ધ્રુવ ઉર્ફે ધુલિયો બીપીનપરમાર નામના બે શખ્સોએ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંઘ્યાની ઘટના રાજકોટ મહીલા પોલીસમથકમાં નોધાતા પી.એસ.આઇ. એમ.ડી. વિઠ્ઠલપરા સહીતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ ભોગ બનનાર તરુણી મુળ ટંકારાના કોટાળા ગામની રહેવાસી હોય અને અહિયા આવી માતા-પિતા તથા દાદી સાથે ભાડે મકાનમાં રહે છે. તરુણીના પિતાને અગરબત્તીનો વેપાર હોવાથી અન્ય શહેરોમાંવેચાણ માટે જાય છે. જયારે માતાની માનસિક સ્થિતિ ઠીક ન હોવાથીતરુણી અને દાદી પારકા કામ કરે છે. તરુણી અને તેનો પરિવાર આરોપીનામકાનમાં ભાડે રહેતા હોય માટે આરોપી અવાર નવાર આવતો જતો હતો. તેસમય દરમિયાન આરોપીએ તરુણીને પોતાની સાથે મિત્રતા રાખવાનું કહ્યું હતું જેવી તરુણીએઇન્કાર કરતા પોતાના હાથે બ્લેડથી ચાકા પાડવાની વાત કરતા તરુણીએ હા પાડી હતી.તરુણી સાથે ધરાર મિત્રતા બાંધી આરોપી અવાર-નવારમળવા માટે બહાર બોલાવતો હતો. પરંતુ તરુણીએ ના પાડતા મરી જવાની ધમકી આપી પરાણે બોલાવતો હતો. દરમિયાન આઠ મહીના પહેલા તરુણીને ઘર પાસે અવાવરું જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ આરોપી નિલેશે અનેક વખત ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.