મુસાફરો માટે ‘સ્વચ્છતા’ને અગ્રીમતા આપવા રાજકોટ રેલ્વે કટિબઘ્ધ: પરમેશ્વર ફુંકવાલ

156

સમર વેકેશન દરમ્યાન મુસાફરોની સંખ્યામાં થયો વધારો,પ્લેટફોર્મ ઉપર ડાયરેકનશન બોર્ડ તેમજ ઓન બોર્ડ હાઉસ કીપીંગ પણ અનેક ટ્રેનોમાં ઉપલબ્ધ સમર વેકેશનમાં ગયા વર્ષની સરખામણીમાં મુસાફરોની સંખ્યામાં થયો વધારો

આ વર્ષે સમર વેકેશનને લઇ રાજકોટ રેલવે મંડળને નવી ટ્રેનો મળી નથી પરંતુ વધતા જતાં ટ્રાફીકને પહોંચી વળવા માટે ટ્રેનોમાં વધારાના કોચો લગાડવામાં આવશે તેમ મંડળનાનવ નિયુકત ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલે અબતક સાથેની વાતચીતમાં જણાવીને મંડળ નીચે આવતા તમામ રેલવે સ્ટેશનોમાં સ્વચ્છતા જળવાય રહે તથા યાત્રીઓની સુવિધાઓમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. તથા આ વર્ષે મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.

અબતક સાથેની વાતચીત દરમિયાન નવનિયુકત ડી.આર.એમ. પરમેશ્ર્વર ફુંકવાલએ જણાવ્યું હતું કે અમે સમર વેકેશન દરમિયાન નોર્મલી પીક એકસ્પીરીયન્સ કરીએ છીએ. ત્યારે થ્રી ટાયર એ.સી. પીકમાં બહોળી સંખ્યામાં મુસાફરોનો વધારો થયો છે. તેના માટે અને ઘણી ખરી ટ્રેનોમાં એ.સી. કોચમાં ઓગમેન્ટેશન કર્યુ છે. દા.ત. ચાર ટ્રેનોમાં એડીશનલ એ.સી.કોચીંગ ચાલી રહી છે.

જેમાં થ્રી ટાયરમાં અમારી કેપેસીટી સારી હોય છે. તથા બીજી ૧૦ ટ્રેનો માટે અમે પ્રયોઝડ કરેલ છે. તથા ભાવનગર ડીવીઝનની સાત ટ્રેનોનું પ્રયોઝલ છે. ઓગમેન્ટેશન નું તો તેમાં પણ એડીશ્નલ કોચીસ લાગશે. તો તેવી રીતે કુલ મળીને અમને ઉમીદ છે. કે જે મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તેને અમે કેટર કરી શકીએ. આ વર્ષે અત્યારે અમને કોઇ નવી ટ્રેન તો મળી નથી. પરંતુ મુસાફરોની સંખ્યામાં જે રીતે વધારો થયો છે. તેમાં એડીશ્નલ કોચીસ લગાવીને કેટર કરી રહ્યા છીએ.

એ.સી. થ્રી ટાયર પેસેન્જર્સમાં ગયા વર્ષની સરખામણીમાં ૮૨ ટકાની વૃઘ્ધી દર્જ થઇ છે. આ વર્ષે એર ટ્રાવેર્લ્સ જે હતા. તેમણે રેલવેને પોતાની ચોઇસ બનાવી છે. ફલાઇટ બંધ થવાના કારણે મુસાફરો જયારે રેલવે સ્ટેશન પર આવે છે. ત્યારે અમે સાફસફાઇ વાળુ રેલવે સ્ટેશન દઇ શકીએ. તે અમારા માટે મહત્વનું છે. ત્યાં તેમને ઇન્ડીકેશન મળે કે તેમના માટે કઇ કઇ જગ્યાએ શું સુવિધા ઉપલબ્ધ છે.

પ્લેટ ફોર્મ પર આવ્યાં બાદ તેમને કઇ ફેસેલીટી ઉપલબ્ધ છે અને તે કયાં છે તેના ડાયરેકશન બોર્ડ લગાવેલા છે. તથા ટ્રેનમાં સાફ સફાઇ માટેઓ.બી.એસ. એસ. પ્રણાલી શ‚ કરી છે. ઓન બોર્ડ હાઉસ કીપીંગ ને ટ્રેનોમાં ઉપલબ્ધ તે ટ્રેનોમાં સાફ સફાઇનું ઘ્યાન આપે છે. કોચીસમાં તેનો નંબર પણ ડીસ્પ્લે થતા હોય જેના કારણે પેસેન્જર્સને લાગે કે સફાઇની જરુરીયાત છે. તો તેઓ તેમને કોલ કરી શકે.

અને ટ્રેનોમાં જ તેઓ મોજુદ હોય તો તેઓ સફાઇ કરી શકે. તદઉપરાંત સમયપાલન પંકચ્યુલાઇટી અમે મેઇનટેઇન કરી શકીએ. તે પેસેન્જર માટે બેનીફીસીયલ છે. તો તે જ પ્રયાસ અમારો રહે છે. કે અમે તેને સેઇફ સીકયોર તથા પંકચ્યુઅલ સર્વીસ આપી શકી તે જ અમારો પ્રયાસ હોય છે.

Loading...