Abtak Media Google News

રેલવે સ્ટેશનમાં દિવ્યાંગો માટેની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, અને માળખાગત સુવિધાઓ સહિતના ફેરફારો કરાશે

રાજકોટ રેલવે સ્ટેશનના પુર્નવિકાસનું ભૂમિપૂજન સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા કરવામાં આવ્યું હતુ ઉલ્લેખનીય છે કે આ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ સ્ટેશન બિલ્ડીંગને સુંદર તેમજ આકર્ષક બનાવવામાં આવશે. રાજકોટ મંડળ રેલ પ્રબંધક પી.બી. નિનાવેએ જણાવ્યું કે રાજકોટ સ્ટેશનમાં ૧૨ કરોડ રૂપીયાના ખર્ચે રિનોવેશ કરવામાં આવશે. સ્ટેશનનાં પાર્કિંગ ક્ષેત્રને મોટુ કરવામાં આવશે અને તેમાં સુવિધાઓ પણ વધારાશે હાલ વેટીંગ હોલ વેટીંગરૂમ, રિટાયરીંગ રૂમરૂ ટોયલેટ, શુધ્ધ પીવાનુંપાણી વગેરે સુવિધાઓને વધુ સારી બનાવવામા આવશે. Vlcsnap 2018 10 16 12H37M08S172

રાજકોટ સ્ટેશન પર એકઝયુકીટીવ લોન્ચ પણ બનાવામાં આવશે. જયાં ખાન પાનની સુવિધા પણ હશે પ્લેટફોર્મ પર કોટા સ્ટોનની જગ્યાએ ગ્રેનાઈટ સ્ટોન બનાવવામાં આવશે સાફક સફાઈને ધ્યાનમાં રાખી સ્ટેશન પર જમા થતા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. બેઠક વ્યવસ્થા માટે સ્ટીલ બેંચીસ મુકાશે આ પરાતં બાઉન્ડરી વોલ અને ફેન્સીંગ બેંચીસ મુકાશે આ ઉપરાંત બાઉન્ડરી વોલ અને ફેન્સીંગ લગાવાશે દિવ્યાંગ મુસાફરો માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે આ સાથે જ નકસો પણ મુકાશે જેથી મુસાફરોને ખબર પડે કે સ્ટેશન પર કઈ કઈ સુવિધાઓ છે. એલઈડી લાઈટસથી સ્ટેશનને રોશન કરવામાં આવશે આ અવસર પર મંડળ રેલ પ્રબંધક એસ.એસ. યાદ, મંડલ એન્જીનીયર ધીરજ કુમાર, સહાયક વાણીજય પ્રબંધક રાકેશ કુમાર પુરોહિત સહિત અન્ય વિભાગોનાં વરિષ્ઠ અધિકારી કર્મચારી, તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા.

અબતક સાથેની વાતચીત દરમિયાન આર્કિટેક રવિ રામપરીયાએ જણાવ્યું કેVlcsnap 2018 10 16 12H37M44S24 રાજકોટ જે રીડેવલોપમેન્ટની વાત છે જે ૧૨ કરોડના ખર્ચે કરે છે. બેઈઝીકલી તેમાં ૪ થી ૫ મહત્વના મુદા છે. પાર્કિંગની અપૂરતી વ્યવસ્થા એક પ્રશ્ર્ન છે. એક નવુ પાર્કિંગ ર્સ્ટકચર બનાવીએ છીએ કે જેમાં ટુ વ્હીલર માટે એક અલગ પાર્કિંગ ચાર માળનું હશે. જયાં અલગ પાર્કિંગ થઈ શકે.

એલીવેશન છે. રાજકોટ સ્ટેશનનું તેમાં ઘણા બધા મિકક્ષ એલીમેન્ટ જોવા મળે છે. એક છે રોમન, ઈટાલીયન ગ્રીક એટલે કે આપણે યુનીફાઈડ લેગવેજ કરીએ છીએ કે રાજકોટમાં વિકટોરીયાના આર્કિટેકચર ઘણુ બધુ છે. જેમકે લેંગ લાઈબ્રેરી, ટાવર્સ તો એ ટાઈપનું એક નવું એલીવેશન બનાવીને એક યુનિફાઈડ લેવગેંજ આપવી છે. શહેરના રેલવે સ્ટેશનમાં જોવું છે કે ત્યાં ગેઈટ નથી હોતા તો અહીયા આપણે બેડીનાકાના પ્રકારનું ગેઈટ બનાવાનું છે.

સ્ટેશનની સુવિધાઓમાં દિવ્યાંગ માટે ખાસ તકેદારી લેવામાં આવશે. જેમકે ટેકટેલ ટાઈલ કે તે દિવ્યાંગોને દિશા સૂચન્માં મદદરૂપ થશે.

સાથેસાથે ગ્રેનાઈડ નોન સ્લીપરીંગ ગ્રેનાઈડ પણ ઉપરાંત વીઈયીંગ કોલની સુવિધાઓ સહિત જૂના ટોઈલેટસનું રીનોવેશન કરવામાં આવશે. આ પ્રોજેકટ ૬ મહિના સુધીમાં પૂર્ણ કરવાનો રેલવેનો લક્ષ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.