Abtak Media Google News

દોડમાં રેલ પ્રબંધક, કર્મચારીઓ અધિકારીઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો

સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિતે રાજકોટ રેલ મંડલ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેમજ ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવ્યું હતુ. રાજકોટ મંડલ રેલ પ્રબંધક પી.બી. નિનાવેએ ડીઆરએમ ઓફીસ પ્રાંગણમાં રેલ અધિકારીઓ તેમજ કર્મચારીઓને એકબીજા સાથે ભાઈચારાથી અને હળીમળીને રહેવાના શપથ લેવડાવ્યા ત્યાર બાદ રેલ કર્મચારીઓ દ્વારા સરદાર પટેલના જીવન સાથે સંબંધીત રોચક જાણકારી અપઈ હતી અને કવિતા પણ સંભળાવી.2 131 ત્યારબાદ મંડલ રેલ પ્રબંધક નિનાવેએ રન ફોર યુનિટીને ફલેગ ઓફ કરી રેલીનો પ્રારંભ કર્યો હતો. રાષ્ટ્રીય એકતા દોડમાં અપર મંડલ રેલ પ્રબંધક એસ.એસ. યાદવ, રાજકોટ મંડલ સ્પોર્ટસ એસોસીએશનના સેક્રેટરી અભિનવ જેફ વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ મંડલ કાર્મિક અધિકારી આર.કે. ઉપાધ્યાય, તેમજ વિવિધ વિભાગોના રેલ અધિકારીઓ, કર્મચારીઓ રેલવે સુરક્ષા બળ, ખેલાડીઓ તથા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.