Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના કથિત જાતીય સતામણીના કેસમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પ્રોફેસર રાકેશ જોષીને સસ્પેન્ડ કર્યો છે. આ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવયુક્ત કુલપતિ અને ઉપ-કુલપતિએ લીધો છે. ડો. રાકેશ જોષીને તાત્કાલીક અસરથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. રાકેશ જોશીની ગાઈડશીપ પાંચ વર્ષ માટે રદ્દ કરવામાં આવી છે. તેમજ તેમને ફાળવેલા વિદ્યાર્થીઓને અન્ય ગાઈડને ફાળવવામાં આવ્યા છે.

Whatsapp Image 2019 02 13 At 4.22.54 Pmગત તારીખ 21 ડિસેમ્બરના બનેલા બનાવ અંગે એક મહિના સુધી ભવનના પ્રોફેસર દ્વારા સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવ્યો હતો. આ મુદ્દે કોઈપણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. જેની સામે વિદ્યાર્થી કાર્યકરોએ રોષ દર્શાવી ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માગ કરી હતી. કુલનાયકને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા જુદા ભવનમાં સીસીટીવી કેમેરા જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.