Abtak Media Google News

નવલા નોરતાનો રંગે ચંગે અંત આવ્યો છે ત્યારે સતત નવ દિવસ સુધી પોલીસ તંત્ર દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખડે પગે ફરજ બજાવી હતી અને સુચારૂ રૂપથી કાર્ય પૂર્ણ કર્યું હતુ ત્યારે આ પ્રસંગે રાજકોટ પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુના સંયુકત ઉપક્રમે એક દિવસીય નવરાત્રીનું આયોજન અબતક-સુરભીનાં ગ્રાઉન્ડમાં યોજાયું હતુ.

આ પ્રસંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે, Vlcsnap 2018 10 22 11H11M59S153રાજકોટ શહેરમાં સમગ્ર નવ દિવસ દરમિયાન જે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, તેમાં પોલીસ તંત્ર ખડે પગે ઉભુ રહ્યું હતુ અને પોતાની ફરજ બજાવી હતી જેને અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા એક દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેથી તમામ પોલીસ કર્મીઓ રાહ પરિવાર મનમૂકીને નાચી શકે. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતુ કે, આ આયોજનમાં સમગ્ર શહેરનાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતુ કે, પોલીસ કર્મીએ હર હંમેશ પ્રજાની સેવામાં રહેતી હોઈ છે ત્યારે તે પણ મનમૂકીને પ્રસંગ માણી શકે, તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જયારે જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ સિધ્ધાર્થ ખત્રીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે,Vlcsnap 2018 10 22 11H01M59S48 નવરાત્રી દરમિયાન પોલીસ ફરજ પર હોઈ છે.એમનું પરિવાર પોતાના ઘરે હોઈ, કારણ એ છેકે રાત્રે ૯ થી લઈ વહેલી સવારનાં ૨ વાગ્યા સુધી પોલીસ જવાનોએ રોડ પર જ ફરજ બજાવવી પડતી હોઈ છે જેથી નાગરીકો સુરક્ષીત રીતે જઈ શકે.

ટ્રાફીકનાં જવાનો પણ રોડ પર ખડે પગે ઉભા રહે છે. જેથી ટ્રાફીકની સમસ્યા પણ ઉભી ન થાય અને લોકો પોતાના ઘરે સમયસર પહોચે. નવરાત્રી પૂરી થવાના કારણે આ આયોજન કર્યું હતુ જેથી પોલીસ પરિવાર નવરાત્રીથી વંચિત રહ્યા હતા તે એક દિવસીય નવરાત્રીનું આનંદ મેળવી શકે.

જયારે ડીસીપી ઝોન ૧ રવિ મોહન સૌનીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે,Vlcsnap 2018 10 22 11H01M55S5નવરાત્રીનાં પ્રસંગે પૂર્ણ થયો છે. ત્યારે પોલીસ કર્મીઓએ જે મહેનત કરી છે અને પોતાના પરિવાર સાથે આનંદ નથી કરી શકયા તે હેતુથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ આયોજન કરવામાં આવ્યું હતુ. જેથી રાજકોટ સીટી પોલીસ કર્મીઓ તથા તેમનો સ્ટાફ એક દિવસીય નવરાત્રીનો આનંદ માણી શકે.

આ પ્રસંગે ડીસીપી ઝોન ૨ મનોહરસિહ જાડેજાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યુંં હતુ કે,Vlcsnap 2018 10 22 11H02M05S107 સી.પી. સરની પ્રેરણાથી નવરાત્રીનું આયોજન ર્ક્યું છે. પોલીસ જયારે નવરાત્રીમાં સળંગ બંદોબસ્તમાં રહેતી હોઈ છે. તે હેતુથી પોલીસ કર્મીઓ પોતાના પરિવાર સાથે નવરાત્રી માણી શકે તે હેતુથી આ એક દિવસીય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કદાચ પહેલુ આયોજન હશે જે આખા રાજકોટના વાસીઓ માટે ખૂલ્લુ છે. જેથી રાજકોટની પ્રજાને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

આપ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે,Vlcsnap 2018 10 22 11H02M23S29 પોલીસ કમિશ્નર દ્વારા આ જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તે ખૂબજ કાબીલે તારીફ છે. આ આયોજન આયોજનમાં પોલીસ તંત્રના તમામ અધિકારી, મહેશુલ વિભાગનાં અધિકારી અહી ઉપસ્થિત રહ્યા છે. અને પરિવાર સાથે અતરંગ રીતે નવરાત્રીને ઉજવવા આવ્યા છે. તે જોતા ખૂબજ આનંદ થાય છે.આ જે ટ્રેડીશન શરૂ કરવામાં આવી છે તે વર્ષો વર્ષ રહે, જેથી લોકોને આ પ્રસંગનો લાભ મળતો રહે અને પોલીસ, પબ્લીક નજીક આવે અને સીધો સંવાદ સર્જાય, તથા નિ:શુલ્ક રાજકોટવાસીઓ આનો લાભ મેળવી શકે અને આ એક ખૂબજ ઉતમ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.