Abtak Media Google News
  • કોંગ્રેસ માનસીક સંતુલન ગુમાવી બેઠા છે, તેથી પર હાથ ઉપાડે છે: ભાજપ

  • પ્રજાના કામો કરવા પ્રાથમીક ફરજ લોક પ્રતિનિધી તરીકે પ્રજા પ્રશ્ર્ને અમે પાછી પાની નહીં કરીએ:કોંગ્રેસ

રાજકોટ મહાપાલીકામાં ગત સોમવારે બનેલી ફડાકા કાંડની ઘટના બની હતી. શાસક પક્ષ ભાજપના પદાધિકારીઓએ આ ઘટનાને નિંદનીયગણાવી વખોડી કાઢી હતી. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે પોતાની ટંગડી ઉંચી રાખી છે અને એવી ચીમકી ઉચ્ચારી છે કે પ્રજાના પ્રનિતિધિ તરીકે અને લોક પ્રશ્ર્નો હલ કરવામાં રતિભારની પણ પાછી પાની કરીશું નહીં.

રાજકોટ મહાનગરપાલીકાની ઇસ્ટ ઝોન કચેરીના ડેપ્યુટી ઇજનેર એચ.એમ.કોટકને કોંગ્રેસ કોર્પોરેકટર  નીલેશ મા‚એ ફડાકા માર્યા હતા જો કે ઇજનેરને ફડાકા માર્યાનો કોંગ્રેસ કોર્પોરેકટર આરોપી નકારયો હતો. જયારે શાસક પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે વિપક્ષ પોતાનું માનસીક સંતુલન ગુમાવી બેઠું છે. જેથી પ્રજાના નામે તેઓ કોર્પોરેકટરના અધિકારીઓ સાથે હાથ ચાલાકી કરી રહ્યા છે.

આ ઘટના અંગે મેયર ડો. જૈમન ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે હર કોઇ માની રહ્યા છે કે વિપક્ષ દ્વારા ખુબ જ નિંદનીય કાર્ય કરવામાં આવ્યું છે. જો કોઇ અધિકારી દ્વારા સરખું કામ કરવામાં ન પણ આવતું હોય ત્યારે તેઓએ બેઠક કરી સમસ્યાનું નિરાકરણ વિચારવું જોઇએ પરંતુ વિપક્ષ તો એક ભ્રષ્ટ પક્ષ છે જે કદી હકારાત્મક અભિગમ દાખવશે નહીં.

કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરુ એ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ મ્યુનિ. કમિશ્નરને આવેદન અને મળવા આવ્યા હતા પરંતુ મ્યુનિ. કમિશ્નરે મળવાની ના પાડતા કોંગ્રેસ પક્ષમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર વિરોધી અનેક નારા લગાડવામાં આવ્યા હતા.

ઇન્દ્રનીલભાઇએ વધુમાં જણાવતાં કહ્યું કે મ્યુનિ. કમિશ્નર, પોલીસ કમિશ્નર સહીત અનેક અધિકારીઓને જે પગાર મળી રહ્યો છે તે પ્રજાના પૈસા છે એટલે જે રીતે મ્યુનિ. કમિશ્નર દ્વારા ઉઘ્ધતાઇ ભર્યો જવાબ આપવામાં આવે તો અપેક્ષિત ન હતો અંતમાં તેઓએ જણાવ્યું કે તેઓ કોઇનાથી પણ ડરતા નથી કારણ કે તેઓ પ્રજાના સેવક છે અને નગરસેવક છે જેથી પ્રજાના કોઇપણ પ્રશ્ર્ન હોય તેની રજુઆત પ્રજાના સેવકો દ્વારા જ કરવામાં આવે.

કોર્પોરેશનના વર્કર યુનિયનના મહામંત્રીએ જાડેજાએ અને ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ઘટનાને વખોડી રહ્યા છે. અને ઉગ્ર આંદોલનકરવામાં આવશે. પરંતુ મ્યુનિ. કમિશ્નરએ કાળી પટ્ટી પહેરી અને બે દિવસ કામ ન કરવા તાકિદ કરયા હતા વધુમાં જણાવતાં સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર  પટેલએ કહ્યું કે કોંગ્રેસ કદી સાચા રસ્તે નથી ચાલી અને તે જે વિરોધ પ્રદર્શન કરવાની વાત કરી રહ્યા છે. તે સહેજ પણ આવકારદાયક નથી. વિપક્ષને જો કોઇ સમસ્યા હોય તો તેનો હલ બેઠક કરીને કરી શકાય પરંતુ વિપક્ષ કોઇ દિવસ શાંતિપ્રિય બેઠકમાં માન્યું નથી.

વિપક્ષ નેતા વસરામ સાગઠીયાએ જણાવતાં કહ્યું હતું કે ભાજપ કોઇ દિવસ વિકાસ કામોમાં માની જ નથી. માત્ર ખોટા વિકાસની વાતો કરી રહ્યા છે. શાસક પક્ષ જે રીતે ફડાકા કાંડને વેગ આપી રહ્યું છે ત્યારે હવે વિપક્ષ પણ પીછે હઠ નહી કરે અને જો હિંસાનો સહારો પણ લેવો પડશે તો પીછે હઠ નહી કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.