Abtak Media Google News

બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત રાજયની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી ત્યારે ગૌરવવંતા ગુજરાતના ૫૮માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧ લી મે, ૨૦૧૮ રાત્રે ૦૯:૦૦ કલાકે જુના ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ “સુહાના સફર-૨૦૧૮” યોજાશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સાંસદ અને પૂર્વ કેન્દ્રિય કૃષિ મંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે થશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ અંતર્ગત જુદા જુદા અનેક વિવિધ સંસ્કૃતિક, રમત-ગમત, ગીત-સંગીત તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેને લોકો મન ભરીને માણે છે. તદન અનુસાર આગામી ૧ લી મે, ગુજરાત રાજયની સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્સ ખાતે જુના ફિલ્મી ગીતો “સુહાના સફર-૨૦૧૮”નુ ભવ્ય આયોજન કરવામાં

આવનાર છે. જેમાં જુના અને યાદગાર લોકપ્રિય ગીતોથી દેશના સુપ્રસિદ્ધ ડાયરેક્ટર અપ્પુ એડવીન્સ, તેમજ ખ્યાતનામ સિંગરો ચેતન રાણા, પ્રશાંત નસરી, સલીમ મલિક, નીલિમા ગોખલે, આના માર્ટીન વિગેરે સંગીત પ્રેમીઓને ડોલાવશે. આ કાર્યક્રમમા સીનીયર સીટીઝનો માટે અલગ બેઠક વ્યવસ્થા ખુરશી સાથે કરવામાં આવશે. આ સમગ્ર આયોજન અધતન સાઉન્ડ સિસ્ટમ અધ્યતન એલ.ઈ.ડી. સ્ક્રીનો લગાડવામાં આવશે સમગ્ર રાજકોટના વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાધનને સહપરિવાર માણવા આ કાર્યક્રમમાં પધારવા સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરએ અનુરોધ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.