Abtak Media Google News

રાજકોટની જનતાનો સહકાર આપવા બદલ આભાર માનતા  મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર

ભારત સરકારશ્રી દ્વારા આપણા રાષ્ટ્રમાંથી વર્ષ ૨૦૨૦ સુધીમાં ઓરી નાબુદ કરવા અને રૂબેલા સુરક્ષિત કરવા “ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને ઓરી અને રૂબેલા મુક્ત કરવાના ભાગરૂપે તા.૧૬/૦૭/૨૦૧૮થી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના બાળકોને ૧૬ જુલાઈથી ૭૭૮થી વધારે શાળા, ૩૪૪ આંગણવાડી તથા ૨૧ આરોગ્ય કેન્દ્રો પર ૧૫૦થી વધારે વેકસીનેટર ટીપ દ્વારા મીઝલ્સ/રૂબેલા(MR) વેક્સીન વિનામુલ્યે આપવામાં આવેલ. આ અભિયાનમાં શિક્ષણ, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., મેડીકલ એસોસિએશન, લાયસન્સ ક્લબ તથા અન્ય NGO સંસ્થાના સંકલન તથા એકબીજાના સહયોગ દ્વારા કરવામા આવેલ હતો.

ઓરી તથા રૂબેલા જેવા અત્યંત ચેપી વેક્શીન પ્રિવેન્ટેબલ ડીસીઝથી બચવા રાજકોટ મહાનગરપાલિકા આ એમ.આર.કેમ્પેઈન (મીઝલ્સ-રૂબેલા રસીકરણ અભિયાન)માં દરેક રાજકોટ વાસીઓને પોતાના વહાલસોય ૯ માસથી ૧૫ વર્ષની ઉમરના બાળકોને MRની રસી આપવી “ઓરી/રૂબેલા મુક્ત રાજકોટ” અભિયાનને સફળ બનાવવા મહાનગરપાલિકાના પદાધિકારી તથા અધિકારીઓના સફળ પ્રયાસથી રાજકોટ મહાનગરપાલિકા ઓરી/રૂબેલાના જનજાગૃતિ અભિયાનમાં સફળ પુરવાર થઇ છે. ગુજરાત રાજયના તમામ શહેરોમાં રાજકોટ મહાનગરપાલિકા આજે આ કામગીરી કરવામાં મોખરે આવેલ છે.

જયારે રાજકોટ મહાનગરપાલિકાને ૩,૩૦,૬૮૮બાળકોનો લક્ષ્યાંક આપવામાં આવેલ હતો જેની સામે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા ૯ માસથી ૧૫ વર્ષ સુધીનું એકપણ બાળક રસીકરણથી વંચિત રહી ન જાય તેની પૂરી કાળજી રાખી અને ઉપરોક્ત લક્ષ્યાંકને પાર કરીને કુલ ૩,૪૪,૦૧૨ બાળકોને આ રસી આપવામાં આવેલ હતી. જે બદલ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરએ આ લક્ષ્યાંક પાર કરવામાં સહકાર આપવા બદલ શહેરીજનોનો આભાર માન્યો હતો અને સાથોસાથ આ કામગીરીમાં સતતપણે રસીકરણની આ  કામગીરી કરતા આરોગ્ય શાખાની પીઠ થાબડી હતી.

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ક્ષેત્રે રાજકોટની જનતાના સાથ સહકારથી હંમેશ અગ્રેસર રહ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારની જરૂરિયાત ઉભી થાય ત્યારે સરકાર મળતો રહેશે.

કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને રાજ્યની શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા નાના બાળકો માટે MR વેક્સીનના આ ઉમદા કાર્ય માટે RMC અને જનતા તેમનો આભાર માને છે.

આ સેવાયજ્ઞની અંદર રાજકોટની તમામ સંસ્થાઓ-પ્રિન્ટ મીડિયા- ઈલે. મીડિયા, ધાર્મિક સંસ્થાઓ વિવિધ NGO, પ્રાઇવેટ તથા સરકારી સ્કુલના સંગઠનો અને તમામ ડોક્ટર્સએ IMA, પીડીયાટ્રિક એસોસિએશનનો રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર આભાર મને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.