Abtak Media Google News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા એરપોર્ટ ડાયરેકટર એ.એન.શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા રાજકોટ મુંબઈ વચ્ચે દરરોજની ચાર ફલાઈટની જગ્યાએ અઠવાડીયામાં ત્રણ ફલાઈટ ફાળવવામાં આવતા મુસાફરોને હાલાકી

રાજકોટ-સૌરાષ્ટ્રનાં ઉધોગકારો તથા પ્રજાજનો પોતાના કામકાજો તથા મેડિકલ ઈમરજન્સી માટે રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી વચ્ચે અવાર-નવાર એરલાઈન્સ દ્વારા મુસાફરી કરતા હોય છે. તેમજ દિન-પ્રતિદિન આ બંન્ને શહેરો વચ્ચે મુસાફરોની ટ્રાફિક સમસ્યા વધતી જાય છે. રોજની આવક-જાવક ટ્રાફિકની સંખ્યા ગણીએ તો ૧૫૦૦ આસપાસ છે ત્યારે જેટ એરવેઈઝ દ્વારા આ શહેરો વચ્ચે એરલાઈન્સ સેવા બંધ કરી દેવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે પરિસ્થિતિને ધ્યાને લઈ રાજકોટ ચેમ્બર તથા વિવિધ એસોસીએશનો દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ એરપોર્ટ ડાયરેકટર એ.એન.શર્મા, તારક જાની સિનિયર મેનેજર-સેલ્સ, સ્પાઈસ જેટ સાથે તાકીદે મિટીંગનું આયોજન કરવામાં આવેલ તથા સૌએ નકકી કરેલ કે જો આ પ્રશ્ર્નનો ૧૫ દિવસ સુધીમાં નિકાલ નહીં લાવવામાં આવે તો કેન્દ્ર સરકારમાં આ અંગે રજુઆત કરવામાં આવશે.

ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવએ સૌને આવકારી હાલમાં રાજકોટ-મુંબઈ તથા દિલ્હી વચ્ચે એરલાઈન્સ સેવા બંધ થવાના હિસાબે વેપારીઓ તથા પ્રજાજનોને ખુબ જ મુશ્કેલી ભોગવવી પડે છે ત્યારે આ સળગતા પ્રશ્ર્ન અંગે વિવિધ એસોસીએશનનાં પ્રતિનિધિઓ સાથે મળી સંગઠીત રજુઆત કરી તાત્કાલિક નિરાકરણ લાવવા માટે આપણે પ્રયાસ હાથ ધરીશું તેમજ રાજય તથા કેન્દ્ર સરકારમાં પણ આ બાબતે ચેમ્બર દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. તેમ જણાવેલ.

Rajkot-Mumbai-Rajkot-Delhi-Arranged-A-Meeting-With-The-Associations-To-Start-The-Service-Soon
rajkot-mumbai-rajkot-delhi-arranged-a-meeting-with-the-associations-to-start-the-service-soon

મિટીંગનાં અતિથિ વિશેષ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રાજકોટ માટેનો હવાઈ સેવાનો પ્રશ્ર્ન ખુબ વ્યાજબી છે તેમ જણાવી તાજેતરમાં નાગરીક ઉડ્ડયનમંત્રી હરદિપસિંઘ પુરીને રૂબરૂ મળી રજુઆત કરેલ અને રાજકોટ શહેર સૌરાષ્ટ્રનાં પાટનગર સમાન વિકસીત શહેર છે અને રાજકોટ-મુંબઈ વચ્ચે ટ્રાફિકનાં પ્રમાણમાં દરરોજની ચાર ફલાઈટ જોઈએ તેના બદલે ૧લી જુલાઈથી અઠવાડીયામાં ત્રણ થઈ જશે. તેથી લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. ઉપરાંત હાલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ આ પ્રશ્ર્ને ચર્ચા કરેલ છે અને આવતા અઠવાડીયામાં આ પ્રશ્ર્નનો ઉકેલ આવી જશે તથા રાજકોટ એરપોર્ટ ખાતે પાર્કિંગ સ્લોટ લઈને જે કાંઈ જરૂરીયાત પડશે તે માટે યોગ્ય કરવાની ખાત્રી આપેલ તેમ જણાવેલ. મિટીંગમાં ઉપસ્થિત રાજકોટ એરપોર્ટ ડાયરેકટ એ.એન.શર્માએ રાજકોટ સૌરાષ્ટ્રનું મોટું શહેર છે. તે મુજબ મોટા એરપોર્ટની વ્યાખ્યામાં આવે છે. તેથી ફલાઈટ વધુ હોવી જોઈએ અને રાજકોટ એરપોર્ટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધા પણ પુરતી છે અને ફલાઈટના રન-વેનો પ્રશ્ર્ન પણ સોલ્વ થઈ ગયેલ છે તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.